ધ્રોલ નજીક કાર પલટી જતાં ત્રણનાં મોત: બે ઇજાગ્રસ્ત
ધ્રોલ ચા પીધા બાદ પાંચેય મિત્રો કારમાં લતીપર લગ્નમાં પરત જઈ રહ્યા હતાં: પરિવારમાં શોક
રાજયમાં અકસ્માતની ઘટનાઓમાં દરોજ વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે ગઇકાલે મોડીરાત્રે જામનગર જિલ્લામાં એક ગોજારો અકસ્માત સજાર્યો હતો જેમાં ધ્રોલના લતીપર પાસે કાર પલ્ટી મારી જતા રાજકોટના યુવાન સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે બે યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયા છે. પાંચેય યુવક લતીપર લગ્નમાં ગયા હતા. બાદ રાત્રિના ઘરે પરત જતાં હોય ત્યારે લતીપર પાસે કાર પલ્ટી મારી જતા બનાવ બન્યો હતો. બનાવ અંગે મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગઈ કાલ રાત્રિના ધ્રોલના લતિપર ગોકલપુર ગામની વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અક્સ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતાં. જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.બનાવની જાણ થતાં ધ્રોલ પોલીસ તુરંત દોડી ગઈ હતી. અને તપાસ હાથ ધરી હતી. જે તપાસમાં જાણવા મળ્યું હતું કે રિશી મુકેશભાઈ ચભાડીયા (ઉ.વ.19, રહે. રાજકોટ), ધર્મેન્દ્રસિંહ રામસિંહ ઝાલા (ઉ.વ.29, રહે. જામનગર) વિવેક દિનેશભાઈ પરમાર (ઉ.વ.23, રહે.જામનગર), જસવંતભાઈ વીઠલભાઈ પણસારા (ઉ.વ.24), હરેશ રાજેશભાઈ ચભાડીયા (ઉ.વ.24) નામનાં પાંચેય યુવક ગઈ કાલે લતીપર ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા. લગ્નમાથી રાત્રિના બે વાગ્યાની આસપાસ ઘરે પરત જતાં હોય ત્યારે લતીપર થી આગળ ગોકુલપુર નજીક પહોચતા કાર પલ્ટી મારી ગઈ હતી. જેમાં તમામને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં રિશીભાઈ ચભાડીયા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, વિવેક પરમારનું મોત નિપજયું હતું. જ્યારે જસવંતભાઈ અને હરેશભાઈ હાલ જામનગર સિવિલમાં સારવાર હેઠળ છે. બનાવ અંગે ધ્રોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાને પગલે હાઇ-વે પર ટ્રાફિક જામ સજાર્યો હતો. જેને પગલે ઘટના સ્થળે તુરત પોલીસ પહોંચી ગઇ હતી અને ટ્રાફિક કિલયર કરાવ્યો હતો. તેમજ પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યુ હતુ કે, ઇજાગ્રસ્તો તેમજ મૃતકોને કારના પતરા તોડી મહામહેનતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ મૃતકોમાં એક મૃતક રિશી મુકેશભાઈ ચભાડીયા રાજકોટ રહેવાશી હોવાનુ જાણવા મળ્યુ છે. રાત્રીના સમયે આ ઘટના બનતા તેઓના પરિવારને જાણ કરવામાં આવી હતી. પરિવારજનો તુરત ધ્રોલ પહોંચતા તેઓએ સંતાનનો મૃતદેહ જોતાજ આધાત પહોંચયો હતો. હાલ યુવકના મૃતદેહને રાજકોટ લાવવામાં આવ્યો હતો. તેમજ આ અકસ્માતની ઘટના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ઘટી હતી. હવે ધ્રોલ પોલીસ દ્વારા કાગળો કર્યા બાદ ગુનો નોંધવામાં આવશે તેવુ પ્રથામિક પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહ્યુ છે. ત્રણ યુવાનોના મૃત્યુથી લગ્ન વીધી પણ સાદાયથી પૂર્ણ કરવામાં આવી હતી.
મૃતક રિશી ચભાડિયાના કૌટુંબિકના લગ્ન હતા
ધ્રોલના લતીપર ગામ પાસે બનેલી અકસ્માતની ઘટનામાં ત્રણ યુવાનોના મોત નિપજ્યા હતા. આ ઘટનામાં પોલીસ માંથી જાણવા મળ્યુ હતુ કે રીશીના કોૈટુંબીક સગા અનીશ રાજેશભાઇ ચભાડીયાના પરિવારના કૌટુંબીક દિકરા દિકરીના લગ્ન યોજાયા હોવાથી પાંચેય મિત્રો ગઇકાલે લગ્નમાં હાજરી આપવા માટે ગયા હતા. ત્યાર બાદ ત્યાથી પાંચેય મિત્ર રાત્રેના સમયે કારમાં બેસી ધ્રોલ ચા પાની પીવા માટે ગયા હતા. અને ત્યાથી રાત્રીના સમયે બે વાગ્યે પરત ફરતા હતા ત્યારે લતીપર ગામના પાટીયા પાસે કાર પલ્ટી ખાઇ ગઇ હતી જેને કારણે અકસ્માત સજાર્યો હતો અને કારનો બુકડો બોલી ગયો હતો.