ભરૂચના જંબુસર નજીક ગમખ્વાર અકસ્માત, ઈકો ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં ઘટનાસ્થળે જ મોત
થયા હતા જ્યારે કે 4 લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના જંબુસર આમોદ રોડ ઉપર બની હતી.મૃતકો વેડચ અને પાંચકડા ગામના વતની હતાઆ ઘટના અંગે જાણવા મળ્યા મુજબ ભરૂૂચના જંબુસર આમોદ રોડ ઉપર ગઈકાલે સોમવારે સાંજેGJ16DG6225 નંબરની ઈકો કાર અને GJ16AU0740નંબરના ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.
આ ઘટનામાં દશેક લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. જે પૈકી તપાસ દરમિયાન બે બાળકો, બે મહિલા અને બે પુરુષ સહિત 6 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ થયા હતા.
બીજી બાજુ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને મૃતકોના મૃતદેહોને પીએમ માટે ખસેડયા હતા જ્યારે કે બાકીના 4 ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, તમામ મૃતકો અને ઇજાગ્રસ્તો વેડચ અને પાંચકડા ગામના વતની હતા.
આ ઘટના અંગે જંબુસર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં જાણવા મળ્યું હતું કે, આ મૃતકો અને ઇજાગ્રસ્તો વેડચ અને પાંચકડા ગામના વતની હતા. તેઓ શુકલતીર્થના મેળામાં જતા હતા. જો કે આ અંગે હજુ સત્તાવાર કોઈ જાણકારી પોલીસ દ્વારા આપવામાં આવી નથી.
આ અકસ્માતાં સપનાબેન જયદેવ ગોહિલ, જયદેવ ગોવિંદભાઇ ગોહિલ કીર્તિકાબેન અર્જુનસિંહ ગોહિલ, હંસાબેન અરવિંદ જાદવ, સંધ્યાબેન અરવિંદ જાદવ,વિવેક કુમાર ગણપતનું મોત નીપજયું છે . ત્યારે નીધીબેન ગણપત, મિતલબેન ગણપત, ગણપતભાઇ રમેશભાઈ, અરવિંદભાઈ રયજીભાઈ આ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં છે.