For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાદરિયા ગામે તળાવમાં નાહવા પડેલા ત્રણ બાળકોના મોત

03:08 PM Jul 17, 2025 IST | Bhumika
પાદરિયા ગામે તળાવમાં નાહવા પડેલા ત્રણ બાળકોના મોત

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના પાદરિયા ગામે તળાવમાં ડૂબી જવાથી 3 બાળકનાં મોત નીપજ્યાં છે. ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારનાં બાળકો તળાવમાં નાહવા પડ્યાં હતાં અને અચાનક ડૂબી જવાથી તેમનાં મોત નીપજ્યાં છે. હાલ ત્રણેય બાળકોના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી છે.

Advertisement

તળાવમાં ડૂબી જવાથી ભાવેશ ડાંગી (ઉં.વ.6), હિતેશ ડાંગી (ઉં.વ.8) અને નિતેશ માવી (ઉં.વ.7)નો સમાવેશ થાય છે, જેમાંથી ભાવેશ ડાંગી અને હિતેશ ડાંગી બંને સાગા ભાઈઓ હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લાના જામકંડોરણાના પાદરિયા ગામે તળાવમાં ત્રણ બાળક ડૂબ્યાં હોવાની ઘટના સામે આવી છે. આજે સવારના સમયે ત્રણેય બાળકો તળાવમાં નાહવા માટે ગયાં હતાં અને તેઓ ડૂબી ગયાં હોવાની જાણ થતાં ગામના સરપંચ અને સ્થાનિક તરવૈયા દ્વારા તેમના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.

એ બાદ તપાસ કરતાં આ ત્રણેય બાળક ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારનાં હોવાની માહિતી સામે આવી છે અને હાલ તેમના મૃતદેહોને જામકંડોરણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મામલતદાર, પોલીસ સહિત ટીમ ઘટનાસ્થળે પહોંચીને ત્રણેયના મૃતદેહોને હોસ્પિટલ ખસેડી પોસ્ટમોર્ટમ કરાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ખેતમજૂર પરિવારનાં બાળકોનાં મોત થતાં પરિવારમાં શોક છવાયો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement