ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અમદાવાદના ચાંદખેડામાં ગમખ્વાર અકસ્માત: AMTS બસની પાછળ કાર ઘૂસી જતા એકનું મોત

10:27 AM Mar 28, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. એક બસ અને મોંઘેરી એસયુવી કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગનું ફર્સ્ટ રિસ્પોન્સ રેસક્યુ વ્હીકલ ઘટનાસ્થળ ઉપર છે.

ચાંદખેડા ગામના AMTS બસ સ્ટેન્ડ પાસે આજે સવારે XUV કાર પુરપાટ ઝડપે આવી રહી હતી. ત્યાં બસ સ્ટેન્ડ પાસે AMTSની બસમાં મુસાફરો ચડી રહ્યા હતા. આ દરમિયાન કાર અચાનક જ ધડાકાભેર બસ પાછળ ઘૂસી જતાં કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો.

સ્થાનિકોનો દાવો છે કે અકસ્માત સર્જનાર કારચાલકે એક બાઈકને પણ ટક્કર મારી હતી. પ્રાથમિક તપાસમાં જાણકારી મળી છે કે કારચાલકની બાજુમાં બેઠેલા વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે ડ્રાઈવર કારમાં ફસાઈ ગયો હતો જેને ગંભીર ઈજાઓ થઈ છે અને તેને બહાર કાઢવાના પ્રયાસ હાથ ધરાયા હતા.જ્યારે બસમાં ચડતા પેસેન્જરોને પણ નાની-મોટી ઈજા થઈ હતી જેમાં એક બાળકીને ઈજા થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

કારની સ્પીડ એટલી વધારે હતી કે AMTS બસને પાછળથી ટક્કર મારતા બસ 10 ફૂટ આગળ સુધી ધકેલાઈ ગઈ હતી. કારમાં ફસાઈ ગયેલા બે વ્યક્તિઓ પૈકી જીવિત વ્યક્તિને બહાર કાઢવા માટે કટર અને ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. જ્યારે હાલ આ લોકો ક્યાંથી આવતા હતા અને કોણ હતા તેની તપાસ ચાલી રહી છે.

Tags :
accidentAhmedabadAhmedabad newscar accidentChandkhedadeathgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement