બનાસકાંઠા અમીરગઢમાં ગમખ્વાર અકસ્માત: બસ અને બોલેરો વચ્ચે ટક્કર થતાં 2 બાળક સહીત 5ના મોત
રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે બનાસકાંઠામાંથી એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ખુણીયા ગામ નજીક આજે રાજસ્થાનની એસટી બસ અને બોલેરો ગાડી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો. આ અકસ્માત માં 5 લોકોના ઘટના સ્થળે જ મોત થયાં છે, જ્યારે અન્ય મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. લાશોને બહાર કાઢવા માટે JCBની મદદ લેવાઈ હતી.
અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. અમીરગઢ તાલુકાના ખુણીયા ગામ નજીક આજે રાજસ્થાનની એસટી બસ અને બોલેરો ગાડી વચ્ચે ભયંકર તાક્ક્ત થતાં 5 લોકોના મોત થયાં છે. મૃતકમાં 2 મહિલા,. 2 બાળકો અને એક પુરૂષ છે. તમામ મૃતકો અમીરગઢ તાલુકાના ઘનપુરા વિરમપુરના વતની છે. અકસ્માતની જાણ થતાં જ અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્રિત થયા હતા. ટ્રાફિક નિયંત્રણ માટે પોલીસ તાત્કાલિક ખડેપગે થઈ હતી.
અમીરગઢ પોલીસે અકસ્માતના કારણો અને સંજોગો અંગે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, 5 લોકોના મોત નિપજ્યા છે. ઈજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે.