કપાસના બદલે કેળાનું વાવેતર કરતા ખેડૂતોને નુકસાની
સારા કાચા કેળા ખેડૂતોના મણે 100 રૂપિયે માંડ વેચાય છે:બજારમાં પાકા કેળા રૂ.50ના ડઝનનો ભાવ
કેરી,કેળા અને કાંદા આ ત્રણેય ના વેપારીઓ ક્યારેક મેડીએ હોય તો ક્યારેક રસ્તા પર આવી જાય છે.તેની સામે ખેડૂતો ને પણ માગ અને પૂરવઠા ના આધારે પોતાની જણસ ના ભાવ મળતા હોય છે.હાલ તળાજા સહિત ભાવનગર જિલ્લામાં જે ખેડૂતોએ કપાસ ના ભાવ ઓછા મળવા ના કારણે કેળ કરી છે તે ખેડૂતો ના કેળા પાણીના ભાવે વેચાઈ રહ્યા છે કેટલાક ખેડૂતોને તો કેળા ખરીદનાર કોઈ મળતું નથી તેવી સ્થિતિ નિર્માણ પામી છે.
તળાજા પંથક ના રોયલ, ત્રાપજ, લાકડિયા, ઓદરકા, દિહોર, ચૂડી, ભાંખલ, ભેગાળી, ભગુડા, તણસા, ભંડારિયા સહિતના વિસ્તારોમાં કેળાનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે. જ્યાં પાણી નું તળ સારું હોય ત્યાં કેળ થાય છે.એક થી સવા વર્ષ દરમિયાન એકજ ફાલ આવે છે.કેળ ને વધુ પડતો પવન નુકશાન કારક છે.
તળાજા મા વર્ષોથી હોલસેલ કેળા નોજ વધુ વેપાર કરતી પેઢી ના સંચાલક એ પોતાની અને ખેડૂતો ની વેદના સમજાવતા કહ્યું હતુકે શ્રાવણ માસમાં કાચા કેળાનો ભાવ ખેડૂતો ને રૂૂ.350 આસપાસ મળતો હતો એ ભાવ આજે પંદરજ દિવસની અંદર. ગગડી ને રૂૂ.100 એ પહોંચી ગયો છે એ પણ સારા માલના.નબળા માલ પાણીના ભાવે પણ લેવા તૈયાર નથી.જોકે તળાજા ની બજારમાં છૂટક પાકા કેળા ના ભાવ ડઝન માં થાય છે.એક ડઝન નો ભાવ રૂૂ 50 થી નીચે બોલાતો નથી.આમ છૂટક વેચાણ કર્તાઓ ને ચાંદી થઈ પડી છે.
કેળા ના ભાવ ગગડી જવાના કારણોમાં વેપારીએ જમાવ્યું હતુકે હાલ વાતાવરણ ને કારણે સ્થાનિક કે બહાર જે માગ હોવી જોઈએ તેના કરતા 50% કરતાંય ઓછી છે.તેની સામે આ વખતે કેળ નું વાવેતર વઘુ છેને ઉત્પાદન પણ સારું આવ્યું છે.તળાજા થી રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી,ગોંડલ,અમરેલી જુનાગઢ જિલ્લાઓમાં કેળા જતા હતા ત્યાં પણ આજે માંગ નથી.ઉલટાનું આ વખતે તે વિસ્તાર મા પણ આ વખતે કેળાનું વાવેતર વધ્યું છે.બીજી તરફ રાજ્યના આણંદ અને પેટલાદ વિસ્તારમાં કેળા નું ઊંચું વાવેતર હોય છે તે રાજસ્થાન પંજાબ દિલ્હી જતા હોય છે પરંતુ આ વખતે યુ.પી માં વાવેતર વધુ હોય ગુજરાત ના કેળા ની માગ નીકળી નથી.