For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અદાણી-ટ્રમ્પને ખુશ કરવા ખેડૂતોની કુરબાની અપાઈ : કેજરીવાલ

05:34 PM Sep 08, 2025 IST | Bhumika
અદાણી ટ્રમ્પને ખુશ કરવા ખેડૂતોની કુરબાની અપાઈ   કેજરીવાલ

કપાસ પર આયાત વેરો દૂર કરતા ભાજપ સરકારને આડેહાથ લીધી : કોંગ્રેસને ભાજપની નોકર ગણાવી

Advertisement

કપાસ પરથી આયાત વેરો દૂર કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયના વિરોધમાં આમ આદમી પાર્ટીએ ચોટીલામાં વિશાળ કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું હતું. પરંતુ સતત વરસતા વરસાદના કારણે મેદાનમાં પાણી ભરાઈ જતા આ કાર્યક્રમ મોકૂફ રાખવો પડ્યો. તેમ છતાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ યોજીને ખેડૂતોના મુદ્દે સરકાર સામે જોરદાર પ્રહાર કર્યા હતાં.

અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, 19 ઓગસ્ટથી કેન્દ્ર સરકારે અમેરિકાથી આવતી કપાસ પરનો 11 ટકા આયાત વેરો હટાવી દીધો છે. જેના કારણે હવે અમેરિકન કપાસ સસ્તી થશે અને ભારતના ખેડૂતોની કપાસ કોઈ ખરીદશે નહીં. તેમણે ચેતવણી આપી કે હાલની પરિસ્થિતિમાં ખેડૂતોને કપાસનો ભાવ 900 રૂૂપિયા પ્રતિ મણથી પણ ઓછો મળશે, જ્યારે ખેડૂતોને ખેતી માટે લેવાયેલા લોનની ચુકવણી કરવી મુશ્કેલ બનશે. પખેડૂતને આત્મહત્યાના રસ્તા પર દોરવાનો ખતરનાક નિર્ણય મોદી સરકારે લીધો છે,થ એમ કેજરીવાલે કડક શબ્દોમાં કહ્યું.

Advertisement

કેજરીવાલે વધુમાં આરોપ મૂક્યો કે, પમોદીજી ફક્ત અદાણીને બચાવવા અને ટ્રમ્પને ખુશ કરવા માટે દેશના ખેડૂતોની કુરબાની આપી રહ્યા છે. અદાણી સામે અમેરિકામાં ચાલી રહેલા કેસમાંથી તેને બચાવવા માટે મોદી સરકાર ખેડૂતોને બલિ ચઢાવી રહી છે.થ તેમણે સવાલ કર્યો કે, પશું આખો દેશ અદાણી માટે દાવ પર મૂકી દેશો? કેજરીવાલે કોંગ્રેસને પણ આક્ષેપના ઘેરામાં લીધા હતા. પકોંગ્રેસ ખેડૂતો અને કારીગરોના પ્રશ્નોમાં ચૂપ છે, કારણ કે કોંગ્રેસ ભાજપની નોકરી કરી રહી છે, એમ તેમણે કહ્યું હતું.

કેજરીવાલે ખેડૂતોની ચાર મુખ્ય માંગણીઓ જાહેર કરી
અમેરિકાથી આવતી કપાસ પરનો વેરો તાત્કાલિક ફરીથી લાગુ કરવામાં આવે.
કપાસ માટે 2100 રૂૂપિયા પ્રતિ મણના હિસાબે ન્યૂનતમ આધારભૂત ભાવ (ખજઙ) નક્કી કરવામાં આવે.
ખજઙ નક્કી કર્યા બાદ સીધી રીતે સરકાર ખેડૂતો પાસેથી ખરીદી કરે.
ખાતર-બીજ જેવી જરૂૂરી વસ્તુઓમાં સબસિડી આપી ખેતી ખર્ચ ઘટાડવામાં આવે.

કપાસના ભાવ મુદ્દે આપ ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે: ભાજપ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કપાસના ભાવ અંગે કરેલા નિવેદનો પર ગુજરાત ભાજપ આક્રમક થઈ ગયું છે. રાજકોટમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ કેજરીવાલ પર ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે આંકડા રજૂ કરતા કહ્યું કે, ભારતમાં કપાસનું વાર્ષિક ઉત્પાદન 3.15 કરોડ ગાંસડી છે, જેમાંથી એક કરોડ કરતાં વધુ ગાંસડી કપાસનું ઉત્પાદન માત્ર ગુજરાતમાં થાય છે. કેન્દ્ર સરકારે કપાસનો ટેકાનો ભાવ (ખજઙ) પ્રતિ ક્વિન્ટલ રૂૂ. 8,110 જાહેર કર્યો છે. જ્યારે ગુજરાતના ખેડૂતોને અન્ય રાજ્યો કરતાં વધુ ભાવ મળી રહ્યા છે. બોઘરાએ કેજરીવાલના નિવેદન પર પ્રહાર કરતા કહ્યું કે, કેજરીવાલ એવું બોલી રહ્યા છે કે, ખેડૂતોને માત્ર રૂૂ. 900 જ મળશે. જે ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે. ખેડૂતોને એમએસપી રૂૂ. 1622 આપવામાં આવ્યા છે. કેજરીવાલને સલાહ આપતા કહ્યું કે, ખેડૂતોના મુદ્દે રાજકારણ કરવાને બદલે તેમણે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવી જોઈએ. તેમણે કેજરીવાલને જાહેરમાં ચર્ચા કરવા માટે પડકાર પણ ફેંક્યો હતો. આયાત ડ્યુટી અંગે વાત કરતા બોઘરાએ જણાવ્યું કે, દેશમાં 3.15 કરોડ ગાંસડીના ઉત્પાદન સામે ઉદ્યોગોની માંગ 4.5 કરોડ ગાંસડીની છે. આવી સ્થિતિમાં કપાસની આયાત પરની 11 ટકા ડ્યુટી હટાવવાથી આપણા જ ઉદ્યોગોને ફાયદો થશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement