બોટાદમાર્કેટયાર્ડમાં ખેડૂતોનું હલ્લાબોલ, મધરાત્રે પોલીસ ત્રાટકી
યાર્ડમાં ‘કડદા’ના નામે ખેડૂતોના શોષણ સામે આક્રોશ, રાત્રે આગેવાનોની અટકાયત
બોટાદ માર્કેટિંગ યાર્ડમાં પકડદાથના નામે ખેડૂતો સાથે થતી છેતરપિંડીના વીડિયો વાયરલ થયા બાદ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ મામલે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાના નેતૃત્વ હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતોએ યાર્ડમાં આંદોલન શરૂૂ કર્યું છે. અને માર્કેટ યાર્ડમાં જ ધામા નાખતા મોડીરાત્રે પોલીસ ત્રાંટકી હતી અને આગેવાનોની અટકાયત કરતા મામલો તંગ બન્યો હતો.
આંદોલનકારી ખેડૂતોનો આરોપ છે કે, યાર્ડમાં કેટલાક વેપારીઓ હરાજી પછી કપાસનું ચેકિંગ કરીને પકડદાથની આડમાં ભાવમાં કપાત કરે છે. આ ઉપરાંત, ખરીદેલા કપાસને જીનિંગ સુધી લઈ જવાનું ભાડું પણ ખેડૂતો પાસેથી જ વસૂલવામાં આવે છે, જે અન્યાયી છે. અઅઙ નેતા રાજુ કરપડાએ સ્પષ્ટ જણાવ્યું કે, જ્યાં સુધી ખેડૂતોની માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
ખેડૂતોએ પકડદાથના નામે થતી કપાત તાત્કાલિક બંધ કરવા, હરાજી સમયે જ કપાસનું ચેકિંગ કરવા અને પરિવહન ખર્ચ ખેડૂતો પાસેથી ન વસૂલવા જેવી મુખ્ય માંગણીઓ કરી છે. માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહરભાઈ માતરીયા આંદોલન સ્થળે પહોંચ્યા હતા અને વેપારીઓને પકડદોથ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે ખેડૂતોની બાકીની માંગણીઓનું નિરાકરણ બે દિવસમાં લાવવાની ખાતરી પણ આપી. જોકે, ખેડૂતોએ લેખિત ખાતરીની માંગ કરતા ચેરમેને ના પાડી હતી.
ચેરમેનની લેખિત ખાતરીની ના પછી, અઅઙ નેતા રાજુ કરપડા ખેડૂતો સાથે છકડો રિક્ષા ચલાવીને અઙખઈ ઓફિસે પહોંચી ગયા અને ત્યાં બેસીને વિરોધ નોંધાવ્યો. તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી માર્કેટિંગ યાર્ડમાં આંદોલન ચાલુ રહેશે. જો કે, રાત્રે પોલીસ ત્રાંટકી હતી અને રાજુ કરપડાની અટકાયત કરતા ખેડુતોમાં ભારે નારાજગી ફેલાઈ હતી. સરકાર પોલીસને આગળ કરી આંદોલન દબાવી રહી હોવાનો આરોપ લગાવ્યો હતો.