ઉપલેટામાં દિલ્હી કિસાન આંદોલનની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે ખેડૂતોનાં દેખાવો યોજાયા
ગુજરાત કિસાન સભા, રાજકોટ જિલ્લા સમિતિ અને અસંગઠિતક્ષેત્ર કામદાર સંગઠન સીટુના કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોચ્ચાર
કેન્દ્ર સરકારની ખેડૂતો વિરોધની નીતિઓથી ખેતી સંકટમાં ફસાયેલી છે ખેડૂતો આર્થિક દેવા નીચે દટાયેલા છે તેવા સમયે કેન્દ્રની સરકારે મુક્ત વ્યાપાર સમજૂતી 56 દેશો સાથે કરી છે તેનાથી ખેડૂતોના ખેત પેદાશોના ભાવો ની અનિયમિતતા ઊભી થશે ખેત પેદાશોના ભાવો તળિયે બેસી જશે એવો ભય વ્યક્ત કરતા ગુજરાત કિસાન સભા ના પ્રમુખ ડાયાભાઈ ગજેરા એ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધન કરતા જણાવેલ કે દિલ્હી ખેડૂત આંદોલન થી કેન્દ્ર સરકારે કંપનીઓના હિતમાં કરેલ ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચ્યા અને ખેડૂત સંગઠનો સાથે આંદોલન પૂર્ણ કરવા કરેલ સમજૂતી માં એમએસપી ગેરંટી કાયદા બનાવવા લેખિત સમજૂતી કરેલ હતી ખેડૂતોના તમામ આર્થિક દેવા નાબૂદ કરવાની માંગ કરેલ તેનાથી ઉલટાનું કંપનીઓને ખેતીક્ષેત્રમાં દાખલ કરવા ન્યુ એગ્રીકલ્ચર માર્કેટિંગ ફ્રેમ નો મુસદ્દો બનાવેલ છે.
આ નીતિ થી ખેતી બરબાદ થવાનો ભય વ્યક્ત કર્યો કેન્દ્ર સરકારે ખેડૂતો વિરોધી નીતિ ની જેમ મજદૂર વિરોધી નીતિઓ અખતયાર કરી છે 29 મજદુર શ્રમ કાયદાઓને કેન્દ્ર સરકારે તોડી નાખીને નવાચાર લેબર કોડ બનાવેલ છે તેનાથી કામદારોનું ભવિષ્ય પણ અંધકારમય બનશે દેશના સંયુક્ત કિસાન મોરચાએ ઐતિહાસિક દિલ્હી કેન્દ્ર ખેડૂત આંદોલનના પાંચમા વર્ષગાંઠ નિમિત્તે કિસાન મજૂર એકતા મજબૂત બનાવવા 26 નવેમ્બરના રોજ દેશભરમાં મજદુર કિસાન એકતા દિવસ મનાવવા હાકલ કરી છે તેના ભાગરૂૂપ ગુજરાત કિસાન સભા રાજકોટ જિલ્લા સમિતિ અને અસંગઠિત ક્ષેત્ર કામદાર સંગઠન સીટુના કાર્યકર્તાઓએ દેખાવો યોજી માંગણીના સૂત્રોચાર કર્યા હતા દેખાવો કાર્યક્રમમાં ગુજરાત કિસાન સભાના રાજકોટ જિલ્લા પ્રમુખ કારાભાઈ બારૈયા ઉપપ્રમુખ લક્ષ્મણભાઈ પાનેરા મંત્રી દિનેશભાઈ કંટારીયા તેમજ ખીમાભાઈ આલ કાળાભાઈ ચંદ્રવાડીયા પમીબેન ડેર નર્મદાબેન કપુપુરા નિર્મળાબેન ગજેરા સહિત મોટી સંખ્યામાં ખેડૂત મજબૂર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.