સુરેન્દ્રનગરના ખેડૂતોએ દોરડાથી હાથ-પગ બાંધી વિરોધ નોંધાવ્યો
સરકાર દ્વારા વિદેશથી આયાત થતા કપાસની પરથી તમામ વેરા મુક્તિ આપતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આથી આપ ગુજરાત સંગઠનના આગેવાનો અને ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા જ્યાં દોરડેથી હાથ પગ બાંધી વિરોધ કર્યો હતો. જિલ્લાના ખેડૂતોના મહત્વના પાકમાંથી એક કપાસ છે જેની આવકથી ખેડૂતો આર્થિક ઉપાર્જન કરે છે.
આ વર્ષ 3,66,919 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા વિદેશથી આયાત થતા કપાસ પર તમામ પ્રકારના વેરાથી મુક્ત કરી દેતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આથી આપ કિશાન સંગઠનના રાજુભાઇ કરપડા સહિત આગેવાનો તથા ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.જ્યાં ખેડૂતોના હાથ પગ બાંધી રેલી સ્વરૂૂપે રચનાત્મક વિરોધ કરી આવેદન પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા મુજબ વિદેશીથી વેરા મુક્ત કપાસની આયાત કરવાની પરવાનગી આપવી એ ભારતના અને ખાસ તો ગુજરાતના ખેડૂતો માટે મરણતોલ ઘા સમાન છે.
જો અમેરિકાથી સસ્તો કપાસ ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગો આયાત કરી દેશે તો ભારતના ખેડૂતોનો કપાસ કોણ ખરીદશે. આથી વિદેશી પાસ પર દૂર કરાયેલા વેરા તાત્કાલિક લાગુ કરાય અને ગુજરાતના ખેડૂતોના કપાસને રક્ષણ આપી ટેકાનો જે ભાવ જાહેર કરયો છે.