For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલ પંથકના ખેડૂતોની જણસી ડી-માર્ટમાં ઉંચા ભાવે વેચાણના નામે 17.85 લાખની છેતરપિંડી

01:14 PM Sep 24, 2025 IST | Bhumika
ગોંડલ પંથકના ખેડૂતોની જણસી ડી માર્ટમાં ઉંચા ભાવે વેચાણના નામે 17 85 લાખની છેતરપિંડી

ડી-માર્ટનો એજન્ટ બની ચરખડીના શખ્સે ડુંગળી અને લસણ ખરીદીના નામે ખેડૂતોને શીશામાં ઉતાર્યા

Advertisement

ગોંડલના ચરખડી ગામના સંદીપભાઈ ગોરધનભાઈ સગપરીયાએ પોતને ડી-માર્ટના એજન્ટ બની ખેડૂતોને ઉચા ભાવે ડુંગરી અને લસણનું તરીકે વેચાણ કરી દલાલીના 10% રૂૂપિયા લઇ ડુંગળી તથા લસણના પૈકીંગ કરાવાના અને ભાડાના તથા ડી-માર્ટમાં ઉંચા ભાવે વેચાવી આપવાની ખોટી લાલચ આપી રૂૂ. 17.85 લાખની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ચરખડી ગામના કિશોરભાઈ બાવનજીભાઈ કથીરીયાએ કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, 2024 ના વર્ષના શિયાળાની સિઝનમાં મેં મારી ખેતીની જમીનમા લસણનુ વાવેતર કરેલ હતુ. જે લસણનો પાક પાકી જતા સને 2025 ના ઉનાળાની શરૂૂઆતમાં માર્ચ મહીનામાં આ લસણના પાકની લણણી કરેલ તે પહેલા ચરખડી ગામના અને પાડોશમાં રહેતા સંદીપભાઇ ગોરધનભાઈ સગપરીયા વાડીએ આવેલ અને કહેલ કે હું ખેતી વાડીના પાકનું ડી-માર્ટમાં વેચાણ કરાવી ડી-માર્ટના એજન્ટ તરીકે દલાલી કામ કરું છું.

Advertisement

અને તમારૂૂ લસણ પાકી જાય એટલે કોઈને વેચતા નહીં હું તમારા લસણને ડી-માર્ટમાં વેચાણ કરાવી આપીશ અને ડી-માર્ટમાં તેનો ભાવ પણ સારો આવશે જેમાં તમારે મને દલાલીના 10% રૂૂપિયા આપવાના રહેશે. એમ વાત કરેલ. ત્યાર બાદ લસણ તૈયાર થઈ જતા સંદિપે ડી-માર્ટમાં લસણના મણના ભાવ 3600 માં વેચાવી આપવાની લાલચ આપી ઓફલાઈન અરજી કરવાના અને લસણ જલ્દી વેચવા માટે ત્યાં ડી-માર્ટના સાહેબને રૂૂપીયા આપવા પડશે તેમ કહી ડીપોજીટ પેટે રૂૂ.1.20 લાખ લીધા હતા. જેમાંથી ડીપોજીટ 1 લાખ પરત મળી જશે તેમ વાત કરી હતી.

બાદ તા.01/06/2025 ના રોજ રાત્રીના સમયે ટ્રક રજી.નં. જીજે-10-ટીએક્ષ-0525 ને લઇને સંદિપે ટ્રકમાં 363 મણ લસણ ભરીને ગયો હતો. બાદમાં સંદીપે ડી-માર્ટમાં 500 મણ ડુંગળી મોકલવી છે, અને તેના ભાવ મણના રૂૂ,1600 આપશે. તેન કહ્યું હતું જેથી કિશોરભાઈએ તેના બનેવી જેતપુર મેવાસાના મિતેશભાઇ ઉર્ફે જગદિશભાઈ ચુનીભાઇ સાવલીયાની ઓળખ કરાવી તેમની પાસેથી ડીપોજીટ પેટે રૂૂ.2.85 લાખ સંદીપે લીધા હતા. થોડા દિવસ બાદ સંદીપે ડી-માર્ટના સાહેબે ડુંગરી રીજેક્ટ કરી છે જેના તમારે રૂૂ.2.50 લાખ આપવા પડશે. નહીંતર માલ વેચાણ થશે નહીં જેથી ભાણેજ ધોરાજીના રવિભાઇ રાજેશભાઇ હરપાલે સંદિપના એકાઉન્ટમાં રૂૂા.2,50,000 આમ કટકે કેટકે રોકડ રકમ અલગ અલગ બહાના બનાવી સંદીપે રૂૂ.17.85 લાખની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement