વિસાવદરના બરડિયા ગામે સિંહણે બાળકીને ફાડી ખાતા ખેડૂતોમાં ફફડાટ
વિસાવદરમાં કે જ્યાં એક સિંહણે 13 વર્ષની માસૂમ બાળકીનો જીવ લઈ લીધો છે. વિસાવદરના બરડીયા ગામે આ બનાવ બન્યો છે.
કે જ્યાં એક 13 વર્ષની રાહલી બાટા નરસિંહ નામની બાળકીને સિંહણે ફાડી ખાધી છે. સિંહણ જ્યારે બાળકીને ઉપાડી ગઈ ત્યારે તેના બાળકીના પિતાએ સિંહણ સાથે ઝઝુમી બાળકીને છોડાવી હતી.
જે સમયે આ બનાવ બન્યો તે સમયે બાળકી તેના પિતાને બેટરી આપવા માટે જઈ રહી હતી. તે જ સમયે સિંહણ દ્વારા બાળકી પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે પિતાએ બાળકીને સિંહણ પાસેથી છોડાવી હતી. પરંતુ બાળકીના ગળાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોએ વધુ ઈજા પહોંચી હતી જેથી બાળકીનું કરુણ મોત નિપજ્યું છે.
ઉલ્લેખનીય છે કે સિંહણે બાળકીના ગળાના ભાગે હુમલો કર્યો હતો સાથે જ શરીરના અન્ય ભાગે પણ હુમલો કર્યો હતો. જેના કારણે બાળકીનું કરુણ મોત નિપજ્યું છે. જોકે જ્યારે સિંહણે બાળકી પર હુમલો કર્યો ત્યારે તેના પિતાએ તેને સિંહણ પાસેથી છોડાવી હતી. પરંતુ બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી અંતમાં તેણે આ દુનિયાને અલવિદા કહી દીધું. જેના કારણે બાળકીના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.