For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વીરપુરમાં ડુંગળીનો પાક પશુઓને ખવડાવવા ખેડૂતો મજબૂર

12:48 PM May 22, 2025 IST | Bhumika
વીરપુરમાં ડુંગળીનો પાક પશુઓને ખવડાવવા ખેડૂતો મજબૂર

રાજયમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂૂ થઇ ચૂકી છે જેમને લઈને સમગ્ર રાજ્યમાં આગામી પાંચ-છ દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે,જેમને લઈને યાત્રાધામ વીરપુરમાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને ગઈ કાલે વીજળીના કડાકા ભડાકા સાથે અને ભારે પવન સાથે ધોધમાર કમોસમી એક ઇંચ વધુ વરસાદ વરસી પડ્યો હતો, જેમને લઈને ખેડૂતોએ વાવેલા તલ,મગ, ડુંગળી,મગફળી સહિતના ઉનાળુ પાકને નુકશાન થયું હતું ખાસ કમોસમી વરસાદની કરીને ડુંગળીના પાકને મોટી અસર જોવા મળી હતી,યાત્રાધામ વીરપુર પંથકમાં ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતોનો તૈયાર પાક માથે કમોસમી વરસાદ પડવાથી મોટી નુકસાની થઈ હતી.

ડુંગળીના પાકનું વાવેતર કરતા વીરપુરના ખેડૂત દિલીપભાઈ વેકરીયા તથા સંજયભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે પોતાના ખેતરમાં ચોમાસામાં વાવેલ ડુંગળીનો પાક પણ પાછોતરા વરસાદને કારણે ફેઈલ થયો હતો અને અમે વીરપુર ગ્રામ પંચાયત કચેરીએ ફેઈલ થયેલ ડુંગળીના પાક લખાવેલ હતો પરંતુ તે સમય દરમિયાન તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનો સર્વે કરવા અમારા ખેતરે આવ્યા ન હતા ત્યારે પણ મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો જ્યારે ચાલુ ઉનાળામાં અમે બીજી વાર ડુંગળીના પાકનું વાવેતર કર્યું હતું જે ડુંગળીનો પાક લણીને ખેતરમાં તૈયાર હતો પરંતુ તે પાક પર પણ કમોસમી વરસાદ વરસતા અમારો તૈયાર પાક ફેઈલ થયો હતો અને અમારે મજબુર બનીને ન છુટકે પશુઓને કે બકરીઓને તે તૈયાર પાક ખવડાવવા ખુલો મૂકી દીધો હતો,ખેડૂતોએ વધુમાં જણાવ્યુ હતુ કે એક તરફ ડુંગળીનો ભાવ બરોબર નથી મળતો અને બીજી તરફ ઉપરથી કુદરતી કહેર કમોસમી માવઠું જેમને લઈને ખેડૂતોને મોઢે આવેલ કોળિયો કમોસમી વરસાદથી છીનવાઈ ગયો હતો અને ખેડૂતોને મોટી નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો, યાત્રાધામ વીરપુર પંથકમાં પડેલ કમોસમી વરસાદ લઈને ઉનાળુ પાકના નુકશાનીના પગલે ખેડૂતોએ સરકાર સમક્ષ વહેલીતકે પાક નુકશાનીનો સર્વે કરી વળતર ચુકવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement