ઉપલેટાના મજેઠીમાં ખેડૂતો દશ વર્ષથી જીવના જોખમે ખેતરે આવન-જાવન માટે મજબુર
ઉપલેટા તાલુકાના મજેઠી ગામના દસેક ખેડૂત ખાતેદાર ભાદર નદી કાંઠે આવેલ હોઈ ભાદર નદી ઉપર ચેક ડેમ બનેલ હોવાથી પાણી ખેતર જવાનાં રસ્તા ઉપર ફરી વળતા હોઈ છે જેના પરિણામે સ્થાનિક ખેડૂતોને પોતાના ખેતરમા જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થાય છે ત્યારે અહીંયાના ખેડૂતોએ પોતાની કોઠા સૂઝથી અને દેશી જુગાડ કરીને એક દેશી લિફ્ટ બનાવી પોતાના ખેતરમા ખેતી કરવા માટે અને જવા માટેનો જીવના જોખમનો એક વિકલ્પ શોધી કાઢ્યો છે અને જીવના જોખમે આ પ્રકારની સવારી અને પરિવહનથી ભયભીત અને મજબુર ખેડૂતોની માંગ ઉઠી છે કે અહીંયા ક્રોજવે કમ પુલ બનાવવા આવે તેવી માંગ ઉઠી છે.
ખેડૂતો છેલ્લા દસ વર્ષથી હેરાન પરેશાન થઈ રહ્યા છે કારક કે અહીંયાની ભાદર નદીની બાજુમા ખેડૂતોના ખેતર આવેલ હોવાથી ભાદર નદી ઉપર ચેક ડેમ બનાવતા નદીનુ પાણી ઓવરફ્લો થઈને ખેડૂતોના માર્ગમા ભરાઈ જતું હોય છે જેથી દસેક ખેડૂત ખાતેદારની હાલત કફોડી બની છે અને ખેડૂતો પોતાના ખેતરમા જઈ સકતા ન હોવાથી કોઠા સુજ લગાડી દેશી તાર બાંધી લિફ્ટ બનાવી છે જેમાં ખેડૂતો પોતે બેસી પોતાના ખેત ઓજાર, સાધનો, દેશી લિફ્ટમા અવર જવર કરે છે.
એક બાજુ સતત આકાસી આફતને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે અને બીજી બાજુ ખેત પેદાશના પૂરતા ભાવ મળતા નથી ત્યારે જે કોઈ પણ ખેડૂતોનો પરિવાર ખેતી ઉપર નભતો હોઈ તે ખેડૂતો ઉપર એક પછી એક આફત આવતી હોવા છતાં ખેડૂત હિમ્મત હાર્યા વગર ખેતી કરી રહ્યા છે ત્યારે ખેડૂતો મજુરને બોલાવે છે ત્યારે મજૂરો પણ આ દેશી લિફ્ટ જોઈ ગભરાઈ પાછા ચાલ્યા જાય છે અને ના છૂટકે મહામુસીબત, જોખમ અને સાહસ કરીને ખેતી કરવી પડે છે.