વાંકાનેર પંથકમાં 24 કલાકમાં પોણા પાંચ ઈંચ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
11:33 AM Jun 18, 2025 IST
|
Bhumika
Advertisement
મચ્છુ ડેમ-1માં ત્રણ ફુટથી વધુ નીર ઠલવાયા
Advertisement
વાંકાનેર તથા તાલુકાના તા.12માં છેલ્લા ચોવીસ કલાકથી અવિરત વરસી રહેલ વરસાદથી શહેરમાં પોણા પાંચ ઈંચ તથા તાલુકાના અમુક ગામોમાં પાંચ ઈંચથી વધુ વરસાદ પડી ગયાનું જાણવા મળી રહ્યું છે.
જ્યારે તાલુકાના અનેક ગામોના ચેક ડેમો ઓવરફલો થઈ ગયા છે. ત્યારે ઉપરવાસમાં સારા વરસાદના કારણે શહેરમાંથી પસાર થતી મચ્છુ નદી તથા પતાળીયા નદીમાં બે કાંઠે પુર આવતા પ્રથમ વરસાદે નહીં આવતાં શહેરીજનો પુરના પાણી જોવા ઉમટી પડયા હતાં.
આ લખાય છે ત્યારે પણ ધીમીધારે મેઘ મહેર ચાલુ છે જ્યારે મચ્છુ ડેમ-1 સાઈડ પર 158 મીમી વરસાદ એટલે કે સવા છ ઈંચથી વધુ વરસાદ પડી જતાં મચ્છુ ડેમ-1માં 3.5 (ત્રણ ફુટથી વધુ) પાણીની આવક થતાં હાલ 49 ફુટની ઉંડાઈ ધરાવતો મચ્છુ ડેમ-1માં 31.63 સપાટી પર પહોંચી ગયેલ છે.
Next Article
Advertisement