રાણપુરના બોડિયામાં ઝાડ પર ચડેલ સાપને દૂર ખસેડવા જતા યુવકનું વીજશોકથી મોત
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બોડિયા ગામે તળાવ પાસે દેવીપુજક સમાજના ઘર આવેલા છે ત્યાં તળાવના પાળા ઉપર પીજીવીસીએલની ઇલેવન લાઈન પસાર થાય છે ત્યાં મસમોટા ઝાડવાઓ લાઈન સાથે અડેલા છે ત્યારે જયદીપભાઇ રણછોડભાઈ ચેખલીયા નામના 27 વર્ષીય યુવક તેના ઘર પાસે ત્યાં સાપ નીકળતા તેને કાઢવા જતા સાપ ઝાડવા ઉપર ચડી જતા આ યુવક સાપ ને લાકડાના વાંસ થી કાઢવા જતા વાંસ પીજીવીસીએલના ઇલેવન તાર સાથે અડીજતા યુવકને વીજશોક લાગતા જયદિપભાઇ રણછોડભાઈ ચેખલીયા ઉંમર. 27 વર્ષ નું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
યુવકને વીજશોક લાગતા જ આસપાસના લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને રાણપુર પીજીવીસીએલ કચેરી એ જાણ કરતાં રાણપુર પીજીવીસીએલ કચેરીના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.જ્યારે મૃતકના પરિવારજનો અને ગામના આગેવાનોએ મૃતક યુવકને પી.એમ. માટે રાણપુર ની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ. ત્યારે રાણપુર પીજીવીસીએલ દ્વારા તળાવ ના પાળા ઉપર જે મોટા ઝાડવા છે અને ઇલેવન લાઈન સાથે અડેલા છે તેને કટીંગ કરવામાં આવે જેથી કરીને ફરીવાર કોઈ આવી વીજશોક ની આકસ્મિત ઘટના ન બને અને બીજા કોઈ વ્યક્તિનો ભોગ લેવાય એ પહેલા સમારકામ કરવામાં આવે તેવું બોડીયા ગામના લોકોની માંગ છે..
