કાલાવડના નપાણીયા ખીજડિયામાં દીપડો દેખાતા ખેડૂતો ભયભીત
જામનગર જિલ્લા ના કાલાવડ તાલુકા ના નપાણીયા ખીજડીયા ગામ ની સીમ માં દીપડો દેખાયો હોવા ના વાવડ મળતા ખેડૂતો ભયભીત થયા છે. વન વિભાગ ની તપાસ માં હાલ માં દીપડો અન્ય જીલ્લા તરફ નાસી ગયો હોવા ની શક્યતા દર્શાવાઈ છે.
કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામે એક ખેડૂત ની વાડી. માં કામ કરતા ખેત શ્રમિક વાડી વિસ્તાર માંથી પસાર થતા હતા ત્યારે તેમણે દીપડા ને નિહાળ્યો હતો. આથી તેમણે પોતાના મોબાઈલ માં ત્યાંથી પસાર થતા દિપડા નું વિડિઓ શૂટિંગ ઉતાર્યું હતું . અને ગ્રામજનો ને વાત કરતા ગામ ના આગોવાનો દ્વારા વન વિભાગ ને જાણ કરવામાં આવી હતી. આ પછી કાલાવડના આર એફ ઓ દિનેશ રાઠવા પોતાની ટીમ સાથે દોડી ગયા હતા.અને સમગ્ર વિસ્તાર માં તપાસ શરૂૂ કરી હતી . પરંતુ દીપડા ના સગડ મળ્યા ના હતા. આ દિપડા એ કોઈ વિસ્તાર માં મારણ કર્યા નું પણ જોવા મળ્યું નથી.
પરંતુ મોબાઈલ નો વિડીયો નિહાળતા અને વાડી વિસ્તાર ,સ્થળ વગેરે ની તપાસ કરતા તેમાં સત્યતા જોવા મળી હતી. . જ્યારે દીપડો દેખાતા ગામ લોકો માં ભય નો માહોલ જોવા મળ્યો છે. અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ એકત્ર થયા હતા અને અનેક વાડી ખેતરો ખૂંદી નાખ્યા પરંતુ ક્યાંય દીપડા ના સગડ મળ્યા ન હતા. હાલ તો ખેડૂતો પોતાના ખેતર માં જતાં ડરી રહ્યા છે.બીજી તરફ અલગ અલગ ટીમ દ્વારા દીપડા ની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ આ દીપડો જિલ્લા ની હદ ની બહાર નીકળી ગયો હોય તેવું અનુમાન લગાવાઇ રહ્યું છે.