ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ઉપલેટા કિસાન મોરચા દ્વારા વીજળી, બિયારણના ખાનગીકરણ વિધાયક સામે ખેડૂતોમાં આક્રોશ

11:53 AM Dec 09, 2025 IST | Bhumika
Advertisement

કેન્દ્ર સરકાર દ્વારા વીજ વિધયક 2025 અને બિયારણ વિધયક 2025 ના મુસદ્દા તૈયાર કરી જાહેર ચર્ચા અર્થે રજૂ કરેલ છે તેનાથી સંયુક્ત કિસાન મોરચા ના સંગઠનોમાં ખૂબ આક્રોશ પેદા થયો છે દેશના કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય દ્વારા તૈયાર કરેલ વિધયકથી વીજળી અને બિયારણના ખાનગીકરણ કરવા નો માર્ગ ખુલ્લો થશે જુના બીજવિધયક 1966 ને બદલી ગુણવત્તા નિયંત્રણ અને અપરાધની કાર્યવાહી અંગેનું બિલ રદ કરી તેને સ્થાને વીજ બીલ 2025 અને બિયારણ બીલ 2025 લાવીને દેશ અને વિદેશની બહુરાષ્ટ્રી મોટી કંપનીઓને જેમાં બાયર મોંનસેટો સિજન્ટા કાર્તેવા એગ્રો એગ્રી સાયન્સ જેવી કંપનીઓનો ઇજારો સ્થાપિત થશે અને આ ખાનગી કંપનીઓ થી બિયારણ ઉત્પાદન કરવું અને વેચાણ કરવા નો અધિકાર કંપનીઓને મળશે જેથી સરકારનું કોઈ નિયંત્રણ રહેશે નહીં દેશની ખેતીમાં મોટી રોજગારી સમાયેલ છે તેના અસરો થી બેરોજગારી ઊભી થશે.

Advertisement

બિયારણના મૂલ્ય નિર્ધારણ અને વિનિમય પ્રથા છે તે તૂટશે જેથી કંપનીઓની મોનોપોલી અને શોષણ કરવા નો માર્ગ મોકલો થશે દેશની ખેતીતૂટશે તેનું મુખ્ય કારણ બિયારણો મોંઘા થશે હાલ માં ખેતી સંકટ ગ્રસ્ત છે તે વધુ સંકટમાં આવી જશે ગુજરાત કિસાન સભા ની રાજકોટ જિલ્લા સમિતિ ની બેઠક કારાભાઈ બારીયા ના મળી તેમાં વીજબીલ 2025 અને બિયારણ વિધાયક 2025 ની વિસ્તૃત ચર્ચાઓ કરી અને આ મુદ્દાઓ ઉપર ખેડૂતોને જાગૃત કરવા આગામી સમયમાં રાજકોટ જિલ્લાનું ખેડૂત સંમેલન જાન્યુઆરી મહિનામાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે દેશભરના ખેડૂતો ને 8 ડિસેમ્બરના રોજ આ બીજ વિધયક અને વીજળી વિધયક સામે દેખાવો કરશે અને બિલ સળગાવી દહન કરશે તેના ભાગરૂૂપ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને જાગૃત કરવામાં આવશે.

Tags :
gujaratgujarat newsUpletaUpleta Kisan Morcha
Advertisement
Next Article
Advertisement