ખેતીની જમીનની ચિંતામાં હૃદય રોગના હુમલાથી ખેડૂતનું મોત
12:53 PM Nov 28, 2025 IST | Bhumika
જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેતા દેવુભા રૂૂપસંગ જાડેજા નામના 63 વર્ષના બુઝુર્ગ ને ગઈકાલે પોતાની જમીનના ટેન્શનમાં હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. જે બનાવ અંગે ભીખુભા દેવુભા જાડેજાએ પોલીસને જાણ કરતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.જી. ઝાલા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકને ટીમળી ગામમાં પાંચ વીઘા ખેતીની જમીન આવેલી છે, જે જમીન જયદેવસિંહ જાડેજા વાવે છે. ઉપરોક્ત જમીનના ટેન્શનમાં દેવુભા ને હૃદય રોગનો હુમલો આવી ગયો હોવાનું પોલીસ સમક્ષ જાહેર કરાયું છે. જે મામલામાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
Advertisement
Advertisement