ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જામનગરના ખીજડિયા ગામે ખેડૂતને વીજ આંચકો લાગતા મોત

11:58 AM Nov 28, 2025 IST | Bhumika
Advertisement

વાડીમાં કામ કરતી વેળાએ બનાવ બન્યો

Advertisement

જામનગર નજીક ખીજડીયા ગામમાં રહેતા અને ખેતીવાડી સંભાળતા પરષોત્તમભાઈ રાજાભાઈ કમાણી નામના 57 વર્ષના ખેડૂત, કે તેઓ તારીખ 2,11,2025 ના રોજ પોતાની વાડીમાં પતરા ની ઓરડી પાસે કામ કરી રહ્યા હતા, જ્યાં તેઓને એકાએક વિજ આંચકો લાગ્યો હતો, અને બેશુદ્ધ બન્યા હતા.

જેમને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે મૃતકના પુત્ર નિકુંજ પરસોત્તમભાઈ કમાણી એ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ જી કે જાડેજા હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
deathgujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement