ઉના તાલુકાના રેવદ ગામે પાક નિષ્ફળ જતાં ખેડૂતનો આપઘાત
ખેડૂતે પોતાના પેટે પીઢીયુ પથ્થર બાંધી 50 ફૂટ ઊંડા કૂવામાં ઝંપલાવ્યું: ભાણવડ બાદ બીજી ઘટનાથી ખેડૂતોમાં ચકચાર
ઉના તાલુકાના રેવદ ગામે ખેડૂતે પાક નિષ્ફળ જતા આપધાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. રેવદ ગામના ખેડૂતે પોતાના પેટે પીઢીયુ પથ્થર બાંધી 50 ફૂટ ઊંડા કૂવામાં ઝંપલાવ્યું હતું જેનું મોત થયું હતું. ભાણવડના ખેડૂત બાદ ઉના તાલુકાના રેવદ ગામે ખેડૂતે માવઠાને કારણે પાક નિષ્ફળ આપઘાત કરી લીધો છે.
ગુજરાતમાં આ વર્ષે ચોમાસા દરમિયાન અતિવૃષ્ટિની પરિસ્થિતિ જોવા મળી હતી અને ચોમાસાની વિદાય બાદ પણ માવઠાનો માર ખેડૂતોને સહન કરવો પડ્યો છે. આ માવઠાને કારણે ખેતરોમાં ઊભો પાક નષ્ટ થઈ ગયો છે, જેનાથી અનેક ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેતરમાં તૈયાર થયેલા પાકને લણણી પહેલાં જ માવઠાએ બરબાદ કરી દેતાં ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. કમોસમી વરસાદ ના કારણે ખેતરોમા પાકનું ધોવાણ થતાં ભારે ટેન્શન આવી જતાં ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ઉના તાલુકાના રેવદ ગામે ખેડૂત ગફારભાઈ મુસાભાઈ ઉનડજામએ 50 ફૂટ ઊંડા કૂવામાં પેટે પીઢીયુ પથ્થર બાંધીને ઝંપલાવ્યું હતું જેમનું મોત થયું હતું. મૃતક ગફારભાઈને સંતાનમાં ચાર દિકરી અને એક દિકરા હોવાનું જાણવા મળ્યું કે, તેમના મોતથી ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
અતિવૃષ્ટિની પરિસ્થિતિને કરને પાક નિષ્ફળ જતા ગફારભાઈ મુસાભાઈ ઉનડજામએ આપધાત કરી લેતાં નાના એવાં ગામ મા અરેરાટી વ્યાપી હતી. બનાવની જાણ થતા ઉના મામલતદાર તેમજ પોલીસ અને આગેવાનો હોસ્પિટલમાં દોડી આવ્યા હતા આ ઘટનાથી પરિવાર શોકમય બન્યો હતો.
