શિહોરના રબારીકામાં પાક નિષ્ફળ જતા ખેડૂતનો આપઘાત
સૌરાષ્ટ્રમાં ત્રીજા ખેડૂતે જીવ ટૂંકાવ્યો છતાં સરકાર સંવેદનાહિન
ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના જીવનમાં ફરી સંકટના વાદળો ઘેરાયા છે. ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના રબારીકા ગામના 65 વર્ષિય ખેડૂત જાની ધનજીભાઈ અમરજીભાઈએ પાક નિષ્ફળ જતા આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
છેલ્લા એક મહિનામાં સૌરાષ્ટ્રમા ખેડૂતની આત્મહત્યાની ત્રીજી ઘટના છે. જે ખેડૂતોની આર્થિક સ્થિતિની ગંભીર પરિસ્થિતિ દર્શાવે છે. મળતી માહિતી મુજબ, ધનજીભાઈ જાનીએ પોતાના ખેતરમાં કપાસ અને મગફળીનું વાવેતર કર્યું હતું. ઓક્ટોબરમાં થયેલા કમોસમી વરસાદના કારણે બંને પાક બગડી ગયા હતા. ખેતી માટે લીધેલું બિયારણ અને દેવાની રકમ ચૂકવવાની ચિંતા વચ્ચે તેમણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લાં 15 દિવસમાં ખેડૂતની આત્મહત્યાની ત્રીજી ઘટના બની છે. અગાઉ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણપુર તાલુકાના માનપુર ગામના 37 વર્ષિય કરશનભાઈ વાનનોટિયાએ આત્મહત્યા કરી હતી. જ્યારે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના રેવદ ગામના 49 વર્ષિય ખેડૂત ગફારભાઈ મુસાભાઈ ઉનડે પણ આત્મહત્યા કરી હતી.
વિપક્ષ કોંગ્રેસે ખેડૂતોને યોગ્ય વળતર આપવાની અને દેવા માફી કરવાની માંગણી કરી છે. કોંગ્રેસ દ્વારા હાલમાં સોમનાથથી દ્વારકા સુધીની પખેડૂત આક્રોશ યાત્રાથ શરૂૂ કરવામાં આવી છે જેમાં ખેડૂતોને 100 ટકા વળતર આપવાની માગ કરવામાં આવી છે.
