For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તાલાલાના આંબળાશ ગીરમાં ચા બનાવતી વખતે સિલિન્ડર બ્લાસ્ટ થતાં ખેડૂત દાઝ્યો

11:47 AM Nov 04, 2025 IST | admin
તાલાલાના આંબળાશ ગીરમાં ચા બનાવતી વખતે સિલિન્ડર બ્લાસ્ટ થતાં ખેડૂત દાઝ્યો

તાલાલા તાલુકાના આંબળાશ ગીર ગામે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. ચા બનાવતી વખતે અચાનક ગેસ સિલિન્ડર ફાટતાં ખેડૂત ગંભીર રીતે દાઝી ગયા હતા. આ પ્રચંડ બ્લાસ્ટને કારણે રસોડામાં રાખેલા ફ્રીઝ સહિતની ચીજવસ્તુઓને નુકસાન થયું હતું અને રસોડાની દીવાલોમાં પણ તિરાડો પડી હતી.

Advertisement

ધીરુભાઈના પુત્રો સુરત અને અમદાવાદ રહે છે. તેઓ દિવાળીના તહેવારો અને ખેતીની મોસમ સાચવવા માટે અમદાવાદથી વતન આંબળાશ આવ્યા હતા, ત્યારે જ આ અકસ્માત થયો હતો. લોકો તેમને પ્રથમ તાલાલા અને ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કર્યા હતા.

પ્રચંડ અવાજ સાથે ગેસનો બાટલો ફાટતાં ખેડૂત ધીરુભાઈના શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાટલો ફાટવાના ભારે અવાજથી આસપાસના લોકો અને ગ્રામજનો તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. યુવાનોએ તાત્કાલિક ઇજાગ્રસ્ત ધીરુભાઈને ઘર બહાર ઓસરીમાં લાવી સારવાર માટે પ્રથમ તાલાલા અને ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કર્યા હતા.

Advertisement

સિલિન્ડર એટલી તીવ્રતાથી ફાટ્યો હતો કે ધીરુભાઈના રસોડામાં રાખેલા ફ્રીઝ સહિતની ચીજવસ્તુઓને ભારે નુકસાન થયું હતું. આ ઉપરાંત, રસોડાની દીવાલોમાં પણ તિરાડો પડી ગઈ હતી. ખેડૂતને બે પુત્રો છે, જેમાંથી એક સુરત અને બીજો અમદાવાદ રહે છે. ખેડૂતની જમીન આંબળાશમાં હોવાથી, તેઓ દિવાળીના તહેવારો અને ખેતીની મોસમ સાચવવા માટે વતન આંબળાશ આવ્યા હતા. તે દરમિયાન આ દુર્ઘટના બની હતી.

ઘટનાની જાણ થતા તાલાલાથી ગેસ એજન્સીનો સ્ટાફ અને પોલીસ આંબળાશ દોડી ગયા હતા. ગેસ વિતરણ કરતી એજન્સીઓ ગ્રાહકોને સમયસર પાઇપ અને રેગ્યુલેટરનું ચેકઅપ કરાવવાની સૂચનાઓ આપે છે, જેથી આવા ગંભીર અકસ્માતો ટાળી શકાય. આ ઘટનાને કારણે આંબળાશ ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement