ભાયાવદરમાં ખેત મજૂરનો વાડી માલિકની હત્યાનો પ્રયાસ
ખેતરમાં પાણી વાળવા બાબતે ભાગીયાને ઠપકો આપતા પાવડા વડે વાડી માલિક ઉપર ખૂની હુમલો
ભાયાવદરના વાડી માલિક અને ખેત મજુર વચ્ચે ખેતરમાં પાણી વાળવા બાબતે થયેલા ઝગડામાં ખેત મજૂરે વાડી માલિક ઉપર પાવડાથી હુમલો કરી હત્યાનો પ્રયાસ કરતા આ મામલે ઈજાગ્રસ્ત યુવાનના કૌટુંબીક ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે વાડીમાં ભાગીયું રાખી ખેત મજુરી કરતા શખ્સ સામે ગુનો નોંધ્યો છે.
મળતી વિગતો મુજબ ઉપલેટાના ભાયાવદર, જાગનાથ પ્લોટ, પોસ્ટ ઓફિસ વાળી શેરીમાં રહેતા જીજ્ઞેશભાઈ રમેશભાઈ રામાણી (ઉ.વ.39)ની ફરિયાદને આધારે મેહુલ દિનેશ ખરાડ સામે હત્યાની કોશિશનો ગુનો નોંધાયો છે. ફરિયાદમાં જીજ્ઞેશભાઈએ જણાવ્યું છે કે, તા.21/11/2025 ના સવારના પોણા નવેક વાગ્યે હુ ભાયાવદરની ખારા સીમમા આવેલ અમારી વાડીએ ગયેલ હતો ત્યારે નવેક વાગ્યાના અરસામા મને મારા મોટાભાઇ દિવ્યેશભાઇનો ફોન આવેલ અને તેઓએ જણાવેલ કે મને આપણા કૌટુંબીક ભાઈ નીતેશભાઇ પ્રેમજીભાઈ રામાણીનો ફોન આવેલ અને જણાવેલ છે કે તેઓ તમના ભાયાવદરના ખોડીયાર મંદિર પાસે આવેલ ખેતરે ગયેલા ત્યારે તેમના મજુર મેહુલભાઇને ખેતરનુ પાણી બાજુના ખેતરમા જતુ હોય તે બાબતે ઠપકો આપતા મેહુલ ઉશ્કેરાઈ ગયેલા અને તેઓને જેમ ફાવે તેમ ગાળો આપી આજે તને પતાવી જ દેવો છે તેમ કહી તેની પાસે રહેલ પાણી વાળવાના પાવડા વડે માથામા તથા પીઠ ઉપર માર મારેલ છે, તો તુ જલ્દી તેમની પાસે જા મારા મોટા ભાઇએ વાત કરતા જીજ્ઞેશભાઈ દુર હોય જેથી તેમના બીજા કૌટુંબીકભાઇ અલ્પે શભાઇ ચંદુભાઇ રામાણીને ફોન કરેલ અને નીતેશભાઈ પાસે ઝડપથી જવા જણાવેલ અને જીજ્ઞેશભાઈ પણ તેમનું મોટરસાયકલ લઇ નીતેશભાઈ પાસે પહોચ્યા હતા.
બનાવ સ્થળે જવા નીકળેલા જીજ્ઞેશભાઈને અલ્પેશભાઈનો ફોન આવ્યો કે, તેઓ નીતેશભાઈને લઈને ભાયાવદર સરકારી દવાખાને આવેલ છે જેથી જીજ્ઞેશ પણ સરકારી દવાખાને પહોચતા નીતેશભાઇને મળતા તેઓની સારવાર ચાલુ હતી અને તેમના માથામાથી લોહી નીકળતુ હતુ અને બનાવ બાબતે પુછતા જણાવેલ કે તેમના ભાગીયો ભાયાવદર વાળા મેહુલ દિનેશભાઈ ખરાડને પાણી વાળવા બાબતે ઠપકો આપતા તેણે મને જેમ ફાવે તેમ ગાળો આપી આજે તો તને પતાવી જ દેવો છે તેમ કહી તેના હાથમાના પાણી વાળવાના પાવડા વડે પીઠ ઉપર તથા માથામા ઘા મારેલા અને નીતેશભાઈ પડી ગયા અને બે ભાને જેવા થઈ ગયા હતા. મેહુલ હુમલો કરી ત્યાથી ભાગી ગયો હતો થોડીવાર બાદ નીતેશભાઈ ભાન આવતા મોટાભાઇ દિવ્યેશભાઈને ફોનથી બનાવની જાણ કરી તેમને દવાખાને લઇ જવા જણાવેલ અને થોડી વાર પછી નીતેશભાઈ જાતે એકટીવા લઇ દવાખાને જતા હતા ત્યારે રેલ્વે સ્ટેશન પાસે અલ્પેશ ભાઇ મળેલા અને તેઓએ તેમને સરકારી દવાખાને લાવેલ છે. નીતેશને ભાયાવદર સરકારી દવાખાનામા પ્રાથમીક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ઉપલેટા ખસેડાયા છે. આ મામલે ભાયાવદ પોલીસે જીજ્ઞેશભાઈ રમેશભાઈ રામાણીની ફરિયાદને આધારે મેહુલ ખરાડ સામે હત્યાની કોશિશ સહીતની ક્લબ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.
