પડધરીમાં અનૈતિક સંબંધમાં પરિવારનો માળો પિંખાયો: પત્નીનો આપઘાત
પડધરીમાં અનૈતિક સંબંધમાં પરિવારનો માળો પિંખાયો હોવાની ઘટના સામે આવી છે જેમાં પત્નીના પ્રેમ સંબંધની પતિને જાણ થતા પત્નીએ ઝેરી ટીકડા ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. પરિણીતાના આપઘાતથી ત્રણ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પડધરીમાં આવેલા ગીતાનગરમાં રહેતી વિકાસબેન મુન્નાભાઈ સોલંકી નામની 35 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી. ત્યારે ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈ લીધા હતા. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણીની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી હતી. આ ઘટના અંગે જાહેર થતાં રાજકોટ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક દોડી ગયો હતો અને પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી પરિણીતાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડયો ખસેડ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક વિકાસબેન સોલંકી ત્રણ ભાઈ છ બહેનમાં વચેટ હતી અને તેણીને ત્રણ સંતાન છે વિકાસબેન સોલંકીને પાડોશી યુવક સાથે પ્રેમ સંબંધ હતો તેની પતિને જાણ થતા વિકાસબેન સોલંકીએ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે રાજકોટ તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.