મોરબી ક્રિષ્ના વિદ્યાલયના વિરોધમાં પીડિત પરિવાર મુખ્યમંત્રીને મળશે
મોરબીમાં ડમી રિઝલ્ટ કૌભાંડ અને લિવિંગ સર્ટિફિકેટ કરનાર ક્રિષ્ના વિદ્યાલય મહેન્દ્રનગર ના વિરોધમાં આવતી કાલે પીડિત પરિવાર મુખ્યમંત્રી ને મળવા જશે. મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલી ક્રિષ્ના વિદ્યાલય દ્વારા ઘણા બધા વિદ્યાર્થીઓને ડમી રીઝલ્ટ અને લવિંગ સર્ટી આપી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે. ભોગ બનનાર પરિવારે જિલ્લા શિક્ષણ અધિકારી, કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી ને રજૂઆતો કરી છે છતાં ક્રિષ્ના વિદ્યાલય સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેમજ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપી છે પરંતુ પોલીસે હજુ સુધી ફરિયાદ ન નોંધી.
ત્યારે આવતીકાલે મુખ્યમંત્રી મોરબી પધારવાના હોય ત્યારે ભોગ બનનાર પરિવાર મુખ્યમંત્રીને મળવા જશે. તેમ છતાં કોઈપણ પ્રકારનો ન્યાય નહીં મળે તો હવે પરિવાર કોઈ પણ પગલું ભરશે તો તેમનું જવાબદાર મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી અને મોરબી વહીવટી તંત્ર હશે
