કૌટુંબિક ફૂવા અને ભત્રીજીએ ચોટીલા નજીક સજોડે વિષપાન કરી લેતા ભત્રીજીનું મૃત્યુ
આણંદ પંથકમા ગળાડુબ પ્રેમમા ડુબેલા ફુવા અને ભત્રીજીએ પરીવાર એક થવા નહીં દે તેવી દહેશતે બે દિવસ પુર્વે ભાગી ગયા હતા. પ્રેમી યુગલે ચોટીલા નજીક મઘરીખડા પાસે સજોડે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પ્રેમી પંખીડાને તાત્કાલીક સારવાર માટે ખસેડાયા હતા. જયા ભત્રીજીનુ મોત નીપજયુ હતુ. યુવતીના મોતથી પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ પેટલાદ તાલુકાના વડલા ગામે રહેતા હર્ષદ ડાયાભાઇ ઠાકોર (ઉ.વ. ર9) અને બોરસદના સારોલા ગામે રહેતી પ્રિયંકા વિનોદભાઇ ઠાકોર નામની ર8 વર્ષની યુવતી ગઇકાલે ચોટીલા નજીક મઘરીખડા ગામ પાસે હતા ત્યારે હાઇવે પર સજોડે ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવા પી લેનાર યુવક અને યુવતીને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમા ખસેડવામા આવ્યા હતા. જયા પ્રિયંકા ઠાકોરની સારવાર કારગત નીવડે તે પુર્વે જ ફરજ પરના તબીબે જોઇ તપાસી મરણ જાહેર કરતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી. જયારે હર્ષદ ઠાકોર હાલ હોસ્પીટલના બીછાને સારવાર લઇ રહયો છે.
પ્રાથમીક પુછપરછમા સજોડે ઝેરી દવા પી લેનાર હર્ષદ ઠાકોર અને પ્રિયંકા ઠાકોર વચ્ચે ફુવા - ભત્રીજીનો સબંધ છે. પ્રિયંકા ઠાકોર એક ભાઇ બે બહેનમા નાની છે અને તેના સગપણની વાત ચાલુ હતી. પરંતુ ફુવા - ભત્રીજી વચ્ચે પ્રેમ સબંધ હોય અને જે પ્રેમ સબંધ પરીવાર નહીં સ્વીકારે તેવી દહેશતે ફુવા - ભત્રીજી બે દિવસ પુર્વે જ ઘરેથી ભાગ્યા હતા અને ચોટીલા નજીક સજોડે ઝેરી દવા પી લેતા પ્રિયંકા ઠાકોરનુ મોત નીપજયુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે ચોટીલા પોલીસે મૃતક યુવતી અને સારવાર લઇ રહેલા યુવકના પરીવારને ઘટના અંગે જાણ કરી કાનુની તપાસનો દોર લંબાવ્યો છે.