For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જેતપુરમાંથી PIનો નકલી રાઈટર ઝડપાયો, કારખાનેદાર પોલીસ સ્ટેશને પહોંચતાં ભાંડો ફૂટ્યો

04:43 PM Aug 22, 2024 IST | Bhumika
જેતપુરમાંથી piનો નકલી રાઈટર ઝડપાયો  કારખાનેદાર પોલીસ સ્ટેશને પહોંચતાં ભાંડો ફૂટ્યો
Advertisement

ગુજરાતમાં નકલી પોલીસ અને નકલી સરકારી અધિકારીના નામે લોકોને ધમકાવવા અને રૂપિયા પડાવવાનો કારસો રચનાર આવા લેભાગુ તત્વો બેફ્મ બન્યા છે ત્યારે જેતપુરમાં સાડીના કારખાનેદારને પીઆઈના રાઈટરના નામે ધમકાવનાર શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. કારખાનેદારે પોતાના મિત્રને હાથ ઉછીના રૂા.25 હજાર આપ્યા હોય જેમાંથી 15 હજાર રૂપિયા દેવાના બાકી હોય આ રકમ ચુકવવી ન પડે તે માટે કારખાનેદારના મિત્રએ આ નકલી પીઆઈના રાઈટરને હવાલો આપ્યો હતો અને જેતપુરનાં ખારચીયા વિસ્તારમાં રહેતા પૃથ્વીરાજ ખુમાણ નામના શખ્સે કારખાનેદારને ફોન કરી તે વ્યાજે રૂપિયા આપ્યા છે તેવું કહી પોલીસ સ્ટેશને નિવેદન માટે બોલાવતાં સમગ્ર પ્રકરણનો ભાંડો ફુટયો હતો.

જેતપુરનાં રાજેશ્ર્વરી સોસાયટીમાં રહેતા અને ભાદરના કાંઠે રાહુલ પ્રિન્ટ નામનું સાડીનું કારખાને ચલાવતાં રાહુલ પ્રવિણ વાડોદરીયાને ગઈકાલે એક અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે પોતે પીઆઈ પરમાર સાહેબનો રાઈટર બોલું છું તેમ કહી તે યશ ભગવાનજી વસોયાને જે 15 હજાર રૂપિયા વ્યાજે આપેલ છે તે અરજી જેતપુર સિટી પોલીસમાં આવી છે. તું જેતપુર પોલીસ સ્ટેશને આવી જજે. ફોન કરનારે આવું કહીને ફોન કાપી નાખ્યો હતો. જેથી કારખાનેદાર રાહુલ વાડોદરીયા, જેતપુર પોલીસ સ્ટેશને પહોંચ્યો અને પીઆઈ રાઈટરનો ફોન આવ્યો હોય તે બાબતની વાત કરી હતી. આ બાબતે તપાસ કરતાં રાહુલને કોઈએ બોલાવ્યો જ ન હોય અને જે મોબાઈલ નંબરમાંથી ફોન આવ્યો હતો તે જેતપુર સિટી પોલીસ મથકના કોઈ પણ કર્મચારીનો નંબર નહીં હોવાનું જાણવા મળતાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

જેતપુર સિટી પોલીસ મથકના પીઆઈ એ.ડી.પરમારે પોતાની ખોટી ઓળખ આપીને ફોન કરનારને ગણતરીના કલાકોમાં શોદી કાઢયો હતો. ફોન કરનાર જેતપુર ખારચીયાનો પૃથ્વીરાજ મહેશ ખુમાણ હોવાની ઓળખ થતાં તેને દબોચી લેવાયો હતો. પુછપરછ કરતાં જાણવા મળ્યું કે કારખાનેદાર રાહુલ પણ તેને ઓળખતો હતો. રાહુલે તેના મિત્ર યશને રૂા.25 હજાર હાથ ઉછીના આપ્યા હોય જેમાં 10 હજાર યશે ચુકવી દીધા હતાં. બાકીના 15 હજાર ચુકવવા ન પડે તે માટે યશે પોતે જ પૃથ્વીરાજને હવાલો આપ્યો હતો અને પૃથ્વીરાજે પીઆઈના રાઈટરના નામે કારખાનેદારને ધમકાવ્યો હતો જેથી 15 હજાર રૂપિયા યશને ચુકવવા ન પડે.

Advertisement
Tags :
Advertisement
Advertisement