For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરતમાંથી રૂા.6 કરોડના નકલી તમાકુ-ગુટકા ઝડપાયા

06:14 PM Sep 13, 2024 IST | admin
સુરતમાંથી રૂા 6 કરોડના નકલી તમાકુ ગુટકા ઝડપાયા

યુ.પી-મહારાષ્ટ્રથી નકલી માલ લાવી ગુજરાતવ્યાપી ધાબડવાના કૌભાંડનો પર્દાફાશ, ત્રણની ધરપકડ, મુખ્ય સપ્લાયર સહિત બેની શોધખોળ

Advertisement

સુરતમાં નકલી ગુટખા અને તમાકુનું કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું છે. જેમાં પોલીસે 4 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરતના સણીયા હેમદ ગામ નજીક આ નકલી ગુટખા અને તમાકુ બનાવાનું રેકેટ ચાલતું હતું. છે. તે સિવાય વધુ તપાસ કરતા આરોપીઓ ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રથી માલ લાવતા હોવાનું બહાર આવ્યું હતું.

સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતની સુચનાથી એસીપી સુવેરાના માર્ગદર્શન હેઠળ એસઓજીના પી.આઈ અતુલ સોનારા અને પીસીબી બ્રાન્ચ દ્વારા સારોલી પોલીસ મથકની હદમાં આવેલા સણીયા હેમાદ ખાતે પ્રિન્સ એસ્ટેટના એક ગોડાઉનમાં દરોડો પાડી ડુપ્લીકેટ ગુટખાનો જથ્થો ભરેલા પાંચ ટ્રક સહીત રૂૂ.6 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ડુપ્લીકેટ ગુટખાનો જથ્થો ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રથી ગોડાઉનમાં લાવી અહીં પેક કરી અન્ય સ્થળોએ મોકલાતો હતો. પોલીસે આ પ્રકરણમાં કુલ રૂૂ.6 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી ત્રણને ઝડપી પાડી અન્ય બે ને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

સુરત શહેર પોલીસની પીસીબી-એસઓજી શાખાએ મળેલી બાતમીના આધારે સારોલી પોલીસ મથકની હદમાં આવેલા સણીયા હેમાદ સ્થિત પ્રિન્સ એસ્ટેટના ક્રિયા શક્તિ લોજીસ્ટીકના ગોડાઉનમાં દરોડો પાડયો હતો. પોલીસે ત્યાંથી ડુપ્લીકેટ ગુટખાનો રૂૂ.4કરોડથી વધુનો જથ્થો ઝડપી લીધો હતો.

ડુપ્લીકેટ ગુટખાનો જથ્થો દિલ્હી ખાતેથી મહાવીર સખારામ નૈણ દ્વારા મોકલવામાં આવ્યો હતો. ગુટખાના જથ્થા ઉપર કાનુની ચેતવણી પણ લખવામાં આવી ન હોવાનું પોલીસના ધ્યાન પર આવ્યું છે. દિલ્હીથી લવાયેલા ડુપ્લીકેટ તમાકુ મિશ્રિત ગુટખા, પાન મસાલાના પાઉચ પૈકી ગુટખઆના પાઉચ ઉપર કોઈ જગ્યાએ સહેલાઈથી દેખાય શકે તે રીતે ચેતવણીની છાપ જેવી કે સ્કલ ક્રોસબોન વર્ડ વોર્નિંગ કે કેન્સરની બિમારી દર્શાવતી કોઈ છાપ કે છબી છાપેલી નહોતી. અંગ્રેજી કે ભારતી ભાષામાં ચેતવણી નહોતી. આ સ્થળ પરથી ગુટખાનો જથ્થો અન્ય સ્થળોએ મોકલાતો હતો.

પોલીસે આ પ્રકરણમાં ગુટખા ઉપરાંત બે ટ્રક જીજે 25 વાયવાય -7869 અને જીજે-27 ટીટી-7543,આરજે-14 જીજી-6522,આરજે 14જીકયું-8398 અને આરજે 14સીકયું-8866 સહીતનો સાધન સામગ્રી મળી કુલ રૂૂ.6 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ દ્વારા હાલમાં વિશાલ રાજીવકુમાર જૈન, સંજય સીતારામ શર્મા અને સંદિપ જયવીર નૈણને ઝડપી લેવાયા છે. તેમજ દિલ્હીથી માલ મોકલનાર મહાવીર સખારમ નૈણ અને અનિલ ઉર્ફે અભિષેક યાદવને વોન્ટેડ જાહેર કર્યા છે

Advertisement
Tags :
Advertisement
Advertisement