સુરતમાંથી નકલી સ્માર્ટ Rc બુકનું કૌભાંડ ઝડપાયું
યુવાનના આપઘાતની તપાસ દરમિયાન નવું કૌભાંડ ઝડપી લેતી પોલીસ
370 નકલી આર.સી.બુક, 100 કોરા સ્માર્ટ કાર્ડ સાથે બે શખ્સોની ધરપકડ
સુરતના ડભોલીમાં સ્માર્ટકાર્ડ વાળી નકલી આરસી બુકના કૌભાંડનો ક્રાઈમબ્રાન્ચે પર્દાફાશ કર્યો છે,પોલીસની બાતમી મળી હતી કે ડભોલીની સર્જનવાટિકા સોસાયટીમાં બે વ્યકિતઓ નકલી સ્માર્ટ આરસી બુક છાપે છે, તે વાતને લઈ પોલીસે સમગ્ર ઘટનાનો પર્દાફાશ શખ્સોની ધરપકડ કરી છે,તો અગામી સમયમાં આ બાબતે વધુ ખુલાસાઓ થઈ શકે છે અને આરટીઓ એજન્ટો ઉપરાંત આરટીઓના કર્મચારીઓની પણ સંડોવણી ખૂલવાની શકયતા છે.
આ કૌભાંડમાં પોલીસે અંકિત વઘાસિયા અને જીતેન્દ્ર પટેલની ધરપકડ કરી છે,આ બન્ને આરોપીઓ આરટીઓ એજન્ટના સંપર્કમાં હતા અને આરટીઓમાંથી માહિતી મેળવી નકલી આરસી બુક બનાવતા હતા.પોલીસે તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી 370 નકલી આરસી બુક જપ્ત કરી છે.100 કોરા સ્માર્ટકાર્ડ અને 15 સ્ટેમ્પ પણ જપ્ત કરાયા છે.
સુરતમાં થોડાક દિવસ પહેલા એક યુવકે આપઘાત કર્યો હતો અને કારના રૂૂપિયાને લઈ મગજમારી ચાલતી હોવાથી આ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતુ તે કેસમાં પોલીસે તપાસ હાથધરતા આરસી બુક કૌભાંડનો છેડો હાથે લાગ્યો હતો.લોન બાકી હોવા છતાં અન્યના નામે આરસી બુક ટ્રાન્સફર થઇ ગઈ હતી જે કેસમાં યુવકે આપઘાત કર્યો હતો, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથધરી છે.
આરસી બુક કૌંભાડની વાત કરવામાં આવે તો કોઈના નામની કાર હોય અને આરસી બુક કોઈના નામની બોલતી હોય તેમ કરીને કૌંભાડ આચરવામાં આવતું હતું, ત્યારે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે, અગામી સમયમાં આરસી બુક કોના નામે હતી અને તેમાં કોના નામના ચેડા કરવામાં આવ્યા છે તેને લઈ તપાસ તેજ થઈ છે.