જેતપુરના ભોજાધારમાંથી નકલી ડોક્ટર પકડાયો
ડિગ્રી વિના છેલ્લા ઘણા સમયથી બીમાર દર્દીઓની સારવાર કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હતો
જેતપુરના ભોજાધાર માંથી પોલીસે દરોડો પાડી નકલી ડોક્ટરની ધરપકડ કરી દવાઓ સહીત રૂૂ.27 હજારનો મુદામાલ કબજે કર્યો હતો. ડીગ્રી વિના છેલ્લા ઘણા સમયથી બીમાર દર્દીઓની સારવાર કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો.
જેતપુરમાં ભોજાધાર વિસ્તારમાં હનુમાન મંદિર પાસે ડીગ્રી વિના છેલ્લા ઘણા સમયથી દવાખાનું ચલાવતા જેતપુરના નયન પાર્ક પંચમીયા હોસ્પિટલ પાસે રહેતા વિજય કાળુભાઈ ભાડેલિયાની ધરપકડ કરી હતી. પોતાને ડો.વિજય ભાડેલિયા તરીકે ઓળખાવતા વિજયની પુછપરછમાં તેની પાસે મેડીકલની કોઈ ડીગ્રી ન હોવા છતાં ડીગ્રી વિના છેલ્લા ઘણા સમયથી પોતાને એલોપેથિક તબીબ ગણાવી એલોપથી તબીબ તરીકે પ્રેકટીશ કરી બીમાર દર્દીઓની સારવાર કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. પોલીસે વિજયની કલીનીક માંથી મેડીકલના સાધનો તેમજ ઈન્જેકશન,સીરીજ,નીડલ દવાઓ સહીત રૂૂ.27026નો મુદ્દમાલ કબજે કર્યો હતો.