ફૈઝલ પટેલ નવી પાર્ટી નહીં બનાવે, કોંગ્રેસી કેમ્પમાં રાહત
હું કોંગ્રેસમાં જ છુ, કાર્યકરો ઈચ્છે છે કે ચૂંટણી લડુ
કોંગ્રેસના દિવંગત દિગ્ગજ નેતા અને ગાંધી પરિવારના અત્યંત નજીકના ગણાતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર કોંગ્રેસથી અલગ થઈને એક ‘નવું ગ્રૂપ’ બનાવવાની વાત કરી હતી. જોકે, હવે ફૈઝલે ફેરવી તોળ્યું છે અને કહ્યું કે, હવે નવી પાર્ટી નહીં બનાવવાનો નિર્ણય લીધો છે.
સોશિયલ મીડિયા પર ફૈઝલ પટેલની એક પોસ્ટનો સ્ક્રીનશોટ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ પોસ્ટમાં ફૈઝલે લખ્યું હતું કે, પહું કોંગ્રેસ પાર્ટીથી અલગ થઈને એક નવું ગ્રૂપ બનાવવાનું વિચારી રહ્યો છે, જેનું નામ પકોંગ્રેસ (અઙ)થ હશે. મારી બહેન મુમતાઝ પટેલ પણ આ ગ્રૂપમાં જોડાઈ શકે છે.
જો કે કોંગ્રેસ સાથે છેડો ફાડી અલગ ગ્રુપ બનાવવા અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર ફૈઝલે ફેરવી તોળ્યું છે. ફૈઝલે કહ્યું કે, પહવે નવી પાર્ટી નહીં બનાવું. સમર્થકોની ઈચ્છા હતી પણ વિભાજન યોગ્ય નહી રહે. લોકો શું ઈચ્છે છે તે જાણવા માટે પોસ્ટ મૂકી હતી. પ ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ કપાયા બાદ ઘણા કાર્યકરો કોંગ્રેસ છોડી અઅઙ અને ઇઉંઙમાં જોડાઈ ગયા હતા. ફૈઝલે જણાવ્યું હતુ કે, કાર્યકર્તા ઈચ્છે છે કે અહેમદ પટેલનો પરિવાર ચૂંટણી લડે. હું કોંગ્રેસ પાર્ટીમાં જ છું