ગોંડલ ધારાસભાની ચૂંટણીમાં ગીતાબા જાડેજાના ખોટા સોગંદનામા અંગે ફેર સમિક્ષાનો આદેશ
ગોંડલના કોંગ્રેસના ઉમેદવાર યતિશ દેસાઈ દ્રારા માર્ચ 2024 માં ભાજપના ઉમેદવાર દ્રારા કરેલ ખોટા સોગંદનામાની ચીફ ઈલેકશન ઓફીસર ગાંધીનગરને આધાર પુરાવા સાથે રજુઆત કરેલ, જે રજુઆત સામે ઈલેકશન કમીશને ગોંડલના નાયબ કલેકટર અને ચુંટણી અધીકારીને તપાસના હુકમ કરેલ જે અંગે તા. 14/10/24 ના રોજ નાયબ કલેકટર ગોડલે ઉપરોકત સોગંદનામામાં કલેરીકલ ભુલ હોવાનું તપાસ કર્યો વગર પોતે નક્કી કરી લીધેલ જેની સામે અરજદાર યતિષ દેસાઈ દ્રારા નાયબ કેલકટર ગોંડલના તા. 14/10/24 ના ખોટા હુકમની ફેર સમાક્ષા કરવા અને જરૂૂરી પગલા ભરવાક રજુઆત કરેલ જે અંગે નીયમ અનુસાર જરૂૂરી કાર્યવાહી કરવા રાજકોટ જીલ્લા કલેકટરને આદેશ કરેલ છે.
જયરાજસિંહ તથા ગીતાબાના આઈ.ટી.રીટેન ન ભરવા બાબત તથા તેના પુત્રની મીલકત તથા જવાબદારી નીલ લખવા બાબત તથા રહેણાંકમાં આશાપુરા રોટ ઉપરનો બંગલો જેનો બાંધકામ કરેલ વિસ્તાર 8000 ચો.ફુટ બતાવેલ પરંતુ તે ઘરમાં વિકાસ કે બાંધકામ વગેરે દ્રારા સંપતિ પર કરેલ મુડી રોકાણ નીલ બતાવેલ. આ બધી બાબતોમાં જણાવેલ કે આ મુદા આઈ.ટી. વિભાગને લગતા હોય જે બાબતનું કોઈ પણ રેકર્ડે અત્રેની કચેરીએ નીભાવવામાં આવતુ ન હોય, આ બાબતે ખરાઈ થઈ શકે તેમ નથી. તેમજ પોતાના સોગંદનામામાં રોકડ ફકત 2 લાખ બતાવેલ તો આટલી ઓછી રોકડમાં તેમના પુત્રના લગ્ન કઈ રીતે થયા ?
તે લગ્નના ખર્ચે અંગે પણ ખરાઈ થઈ શકે તેમ નથી. તેવો ઉડાવ જવાબ આપેલ. જેની સામે અરજદારે ચીફ ઈલેકટ્રોલ ઓફીસર ગાંધીનગરને રજુઆત કરેલ કે ચુંટણી પંચ ઈન્વેસ્ટીગેશ એજન્સી તથાCBIDTની મદદ લઈ શકે તેવા ચુંટણીપંચના પોતાના જ સઁકયુલર રજુ કરેલ અને પુરાવા સાથે જણાવેલ કે સપ્ટેમ્બર 2020 માં ચુંટણીપંચ ઉધ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, સુપ્રિયા સુલે વગેરેની વિગત CBDTમાંથી મગાવી શકે તો ગીતાબા જયરાજસિંહ જાડેજાના પરીવારની માહિતી માંગવા વિશે કયુ દબાણ કામ કરી રહ્યું છે? તેવુ અરજદાર યતિષ દેસાઈ એ વિશેષમાં જણાવેલ છે. ધારાસભા એટેલે કાયદો ઘડનારી સભા અને તેના સભ્ય કાયદાનું ઉલ્લંઘન કઈ રીતે કરી શકે?
ચુંટણીપંચ, આવકવેરા ખાતુ અને ઇડીના અધીકારીઓને પગલા લેવાની ઈચ્છા તો હશે જ પરંતુ મને વિશ્વાસ છે કે ભાજપની પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાગીરી જયરાજસિંહનો વાળ વાંકો નહી થવા દે ત્યા સુધી જયરાજસિંહ ભાજપને વફાદાર છે પરંતું મારા કારણે મળેલી આ તમામ ફાઈલ ભાજપને જરૂૂર પડયે બાર કાઢશે તેવી મને પુરેપુરી ખાત્રી છે.તેવું યતિષ દેસાઈ એ જણાવ્યું હતુ.
