પોરબંદરમાં તોફાની પવન સાથે વરસાદ પડતા મેળો બંધ કરાયો
પોરબંદરમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂૂ થતા જનજીવન પ્રભાવિત થયું છે. અચાનક આવેલી મેઘ મહેરને કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ધોધમાર વરસાદની સૌથી વધુ અસર પોરબંદરમાં ચાલી રહેલા લોકમેળા પર પડી હતી. મેળાના ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ જતા તંત્ર દ્વારા મેળાને તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયને કારણે લોકમેળો માણવા આવેલા લોકોમાં નિરાશા જોવા મળી હતી.તંત્ર દ્વારા મેળાની તમામ રાઈડ્સ બંધ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા લોકોના આગ્રહને કારણે લોકમેળાની મુદત એક દિવસ વધારવામાં આવી હતી. જોકે આ વધારાના દિવસે જ ધોધમાર વરસાદ પડતા લોકમેળા અને આનંદ મેળાને બંધ કરવાની ફરજ પડી હતી. આ અણધાર્યા વરસાદથી મેળાના આયોજકો અને વેપારીઓને પણ મોટું નુકસાન થયું હતું.