કારખાનામાં શ્રમિકે માલવાહક લીફટમાંથી ડોકુ બહાર કાઢતા એંગલમાં ફસાઇ જતા મોત
પડધરીમા આવેલ ક્રેડેન્સ સોલાર નામના કારખાનામા કામ કરતો અલ્પેશ ધનજીભાઇ રાઠોડ નામનો રપ વર્ષનો યુવાન રાત્રીનાં સાડા નવેક વાગ્યાનાં અરસામા માલવાહક લીફટમા નીચેથી ઉપર જઇ રહયો હતો ત્યારે બીજા માળે પહોંચતા અલ્પેશ રાઠોડે ડોકુ બહાર કાઢયુ હતુ તે દરમ્યાન અચાનક લોખંડની એંગલ આવી જતા અલ્પેશ રાઠોડ માલવાહક લીફટ અને એંગલ વચ્ચે ફસાઇ ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો જયા તેની સારવાર કારગત નીવડે તે પુર્વે મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.
પ્રાથમીક પુછપરછમા મૃતક યુવાન બે ભાઇ 3 બહેનમા વચેટ હતો. તેના માતા-પિતા હાલ હયાત નથી. અલ્પેશ રાઠોડ અને તેનો નાનો ભાઇ બંને કેડન સોલાર કારખાનામા સાથે કામ કરતા હતા અલ્પેશ રાઠોડે લીફટમાથી ડોકુ બહાર કાઢતા એંગલમા ફસાઇ જવાથી મોત નીપજયુ હોવાનુ જાણવા મળ્યુ હતુ. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.