ટંકારાના લજાઇ ગામમાં ડૂપ્લીકેટ ઓઇલ બનાવતી ફેકટરી ઝડપાઇ
લજાઈ ગામની સીમમાં આવેલ ગોડાઉનમાં રેડ કરી SMC ટીમે ગત ઓક્ટોબર 2024 ના રેડ કરી ડુપ્લીકેટ ઓઈલ બનાવવાનું કોભાંડ ઝડપી લીધું હતું સ્થળ પરથી 23.38 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને સેમ્પલ એફએસએલમાં મોકલી રીપોર્ટ આવતા 11 મહિના બાદ ટંકારા પોલીસ મથકમાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.દિલ્હીના રહેવાસી ગોવિંદન રંગનાથન કૌઊંડર (ઉ.વ.35) વાળાએ આરોપીઓ અરુણભાઈ ગણેશભાઈ કુંડારિયા, મેહુલભાઈ નરેન્દ્રભાઈ ઠક્કર અને સલમાનખાન એમ ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 23-10-2024 ના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ટંકારાના લજાઈ ગામની સીમમાં આવેલ મારુતિ ઇન્ડસ્ટ્રીઝ એરિયાના છેવાડે આવેલ ગોડાઉનમાં રેડ કરી હતી જ્યાં આરોપી અરુણ અને મેહુલ બંને કેસ્ટ્રોલ કંપની અને અન્ય કંપનીના ઓઈલના નામે હલકી ગુણવત્તાનું ડુપ્લીકેટ ઓઈલ બનાવી કોભાંડ આચરતા ઝડપી લીધા હતા.
પોલીસે સ્થળ પરથી રૂૂ 23.38 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો તેમજ કેસ્ટ્રોલ અને અન્ય કંપની જેવા ઓઈલ ડબ્બા અને પાઉચ તૈયાર કરી સ્ટીકર લગાવી વેચાણ કરતા હતા અને આરોપી સલમાન ખાન રહે દિલ્હી વાળો મંગાવી તેનો ઉપયોગ બજારમાં વેચાણ કરી કરતો હતો જખઈ ટીમની રેડ બાદ સેમ્પલ લઈને FSLને મોકલ્યા હતા જેનો રીપોર્ટ આવ્યા બાદ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ડુપ્લીકેટ માલ વેચી ચેડા કરી લોકો સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.