સાવરકુંડલા અને રાજુલા પંથકમાં મગફળી, ડુંગળી અને કપાસને વ્યાપક નુકસાન
નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવવા મુખ્યમંત્રીને પત્ર દ્વારા ધારાસભ્ય કસવાલાની અપીલ
સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર લખી રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારમાં અને ખાસ કરીને અમરેલી જીલ્લામાં તાજેતરમાં અને ખાસ કરી બે દિવસથી ભારેથી અતિભારે કમોસમી (માવઠા)ના વરસાદના કારણે ખેડૂતોનો તૈયાર થયેલ પાક જેવા કે મગફળી, કપાસ, ડુંગળી, કઠોળ વગેરેના પાકો સદંતર નાશ પામેલ છે.
જેના કારણે ખેડૂતોને ગંભીર નુકસાન થયેલ છે.હાલ પણ કમોસમી વરસાદ ચાલુમાં છે.જે ખુબજ ચિંતાજનક બાબત ગણાય અને જેના કારણે ખુબજ મોટા પ્રમાણમાં ગંભીર અસર જોવા મળેલ છે.આ કમોસમી વરસાદના કારણે ચોમાસાની સીઝનમાં તૈયાર થયેલ પાક ખેડૂતોના ખેતરમાં પડેલ હતો અને ખેડૂતો તે પાકને લણવાની કામગીરી ચાલુમાં હોય તે દરમ્યાન અચાનક આ ભારેથી અતિભારે કમોસમી (માવઠા) 10 થી વધુ ઇંચ સુધી વરસાદ પડયાના સમાચાર મળેલ છે.આ વરસાદના કારણે વરસાદના કારણે ખેતીના પાક સંપૂર્ણ નાશ પામેલ છે.જેના કારણે ખેડૂતોને આકી ન શકાય તેટલુ ગંભીર આર્થીક રીતે નુકસાન થયેલ છે જે ચિંતાજનક બાબત છે.
આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલ આર્થિક નુકસાન ખેડૂતોને સહન ન કરવુ પડે તે માટે વરસાદ રોકાયા બાદ તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય મદદરૂૂપ થવુ ખુબજ આવશ્યક જણાય છે.તો આ બાબતે જરૂૂરી સર્વે કરાવી ખેડૂતોને થયેલ નુકશાનના વળતર ચૂકવુ પણ જરૂૂરી જણાય છે. ગુજરાત તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ખાસ કરીને મારા વિસ્તાર સાવરકુંડલા/લીલીયા સહીત અમરેલી જીલ્લા અને સૌરાષ્ટ્રના ખેડૂતોને મદદરૂૂપ કરવા નિયમો અનુસારની કાર્યવાહી કરાવવા મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખી રાજુવાત સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા એ કરી હતી.
