ડીસા-પીપાવાવ અને સોમનાથ-દ્વારકા-પોરબંદરને જોડતો એક્સપ્રેસ વે બનશે
બજેટમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યની પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂત અને સરળ બનાવવા માટે ગુજરાતમાં ટ્રાફિકના વધતા પ્રશ્નોને દૂર કરવા માટે અને યાત્રાઓને વધુ સગવડદાયક બનાવવા માટે 12 નવી હાઈસ્પીડ કોરીડોર્સ વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર પ્રોજેક્ટ હેઠળ 1367 કિ.મી. લાંબા હાઈસ્પીડ કોરીડોર્સનું નિર્માણ કરવામાં આવશે. આ નવા માર્ગો રાજ્યના મુખ્ય શહેરો અને વિસ્તારોને જોડશે, જેનાથી મુસાફરીનો સમય ઘટી જશે અને વાહનચાલકોને ખૂબ રાહત મળશે.
આ નવા કોરીડોર્સ ટ્રાફિકને દૂર કરશે અને યાત્રા માટે વધુ સગવડતા પેદા કરશે. આ પ્રોજેક્ટના પરિણામે રાજ્યમાં આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થશે. ઝડપી અને સારા રસ્તાઓનો લાભ લઈ શકે છે. વધુમાં રાજ્યમાં બે નવા એક્સપ્રેસ-વે વિકસાવવામાં આવશે. જેમાં બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડતા ડીસાથી પીપાવાવ રસ્તાને નમોશક્તિ એક્સપ્રેસ-વે તરીકે વિકસાવવામાં આવશે.
અમદાવાદથી રાજકોટ અને તેનું એક્ષટેન્શન દ્વારકા, સોમનાથ તથા પોરબંદર જેવા ધાર્મિક, પ્રવાસન સ્થળો અને બંદરોને જોડતાં સોમનાથ દ્વારકા એક્સપ્રેસ-વેસ્ત્રસ્ત્ર તરીકે વિકસાવવામાં આવશે. આ ઉપરાંત મહત્વના પ્રવાસન સ્થળોને હવાઇ માર્ગે જોડવાનું આયોજન છે. ભારત સરકારના સહકારથી સુરત, વડોદરા, ભાવનગર અને પોરબંદર એરપોર્ટના વિસ્તરણ તથા દાહોદ ખાતે ગ્રીનફીલ્ડ એરપોર્ટ બનાવવાનું આયોજન છે.
