તળાજામાં ભિક્ષાવૃતિ કરાવતી પરપ્રાંતીય ગેંગનો પર્દાફાશ
- નોકરીના બહાને ગુજરાતમાં લઇ આવી બળજબરીથી ભીખ મગાવાતી હતી: એક મહિલા સહિત ત્રણની ધરપકડ, ભિક્ષાવૃતિના રૂપિયા દેશદ્રોહી પ્રવૃત્તિમાં વપરાતા હોવાની થશે તપાસ
ઉત્તરપ્રદેશના બંને પગે વિકલાંગ યુવક કે જેને ત્યાંથી ગુજરાતમા નોકરી આપવાની લાલચ આપી ને હિન્દૂ હોવા છતાંય મુસ્લિમ નામ અને વેશ ધારણ કરવી ને બળ જબરી પૂર્વક ભિક્ષાવૃત્તિ નો ધંધો કરાવવના તળાજા માંથી થયેલા પર્દાફાશ બાદ હરકત મા આવેલ પોલીસે વિકલાંગ ની સત્તાવાર ફરિયાદ નોંધી તપાસ શરૂૂ કરી ને બે ઈસમો અને એક મહિલા ની ધરપકડ કરી છે.બીજી તરફ જિલ્લા પોલીસ વડા ડો.હર્ષદ પટેલ એ ઊંડાણ પૂર્વક ની તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું છે.
તળાજા ખાતે ભિક્ષાવૃત્તિ માટે લવાયેલા અજય રામદાસ તિવારી રે.યૂ.પી. એ તળાજા થી 100 નંબર ડાયલ કરી પોલીસ ની મદદ મેળવવા પ્રયત્ન કરેલ.પોલીસ ન આવતા તે જાતે પોલીસ મથકે પહોંચી ગયેલ.અહીં તેઓના આરોપ મુજબ પ્રાથમિક તપાસ કર્યા બાદ દિવાકર ઉર્ફે અબાસ,પૃથ્વી ઉર્ફે સદામ અને દિપક ઉર્ફ અલબક્ષ વિરુદ્ધ પોતાને છેતરી ગુજરાત લાવી ને નોકરી ના બદલે ભિક્ષાવૃત્તિ કરાવતા હોવાનો આરોપ સાથે ફરિયાદ નોંધાવી હતી. અજય તિવારી નો મીડિયા સમક્ષ દાવો હતોકે પોતે હિન્દૂ હોવા છતાંય તેને મુસ્લિમ નામ અને વેશ ધારણ કરાવી ને ખાસ મુસ્લિમ વિસ્તારમાં ભીખ મગાવાતી હતી.આખીય ગેંગ દ્વારા આ પ્રકાર ની ગુનાઇત પ્રવૃત્તિ આચરવામાં આવી રહી હોવાનો અને ભીખના લાખો રૂૂપિયા ગેંગ ના લીડરો મેળવતા હોવાનો દાવો કર્યો હતો. જેને લઈ પોલીસે આજ સુધીમા દિવાકર ઉર્ફે અબાસ,દિનેશ ઉર્ફે બીલ્લા અને દિવાકર ની પત્ની રીંચી ની ધરપકડ કરી ને કોર્ટમાં રજૂ કરેલ.ઇન્વેટીગેશન કરતા પો.સ.ઇ એન.આર.મકવાણા એ જણાવ્યું હતુ કે પુરુષ આરોપીના સાત દિવસ ના રિમાન્ડ માગ્યા હતા.એક દિવસ ના મંજુર થયા છે. જરુર પડશે તો ફર્ધર રિમાન્ડ માંગીશુ.મહિલા આરોપી નું જેલ વોરંટ ભરવામાં આવ્યું છે. ફરિયાદ મુજબના બે આરોપી પૃથ્વી ઉર્ફે સદામ,દિપક ઉર્ફે અલબક્ષ ને પકડવાના બાકી છે.
જિલ્લા પોલીસ વડા ડો.હર્ષદ પટેલ એ જણાવ્યું હતુ કે પોલીસ આ કેસ ની ગંભીરતા ને લઈ ઊંડાણ પૂર્વક ની તપાસ ચલાવી રહી છે.જેમા આખી સિન્ડિકેટ છેકે કેમ,ભિક્ષાવૃત્તિ ના રૂૂપિયા દેશ વિરોધી કૃત્ય મા વપરાતા નથીને,બાળકો અને વૃધોને પાસે ભીખ મગાવે છેકે કેમ તે સહિત ની તપાસ થશે. બીજી તરફ કોર્ટ ખાતે દિવાકર ની માતા દીકરા ને કાયદાના સંઘર્ષ માંથી છોડાવવા આવેલ. તેઓએ અનેક લોકોની હાજરીમાં અહીં પોતાની ઉંમર 40 વર્ષ ની.દીકરા દિવાકર ની 25 વર્ષ ની બતાવેલ. તેની સામે દિવાકર ને બે પત્ની છે.પહેલા લગ્ન કરેલ તે મહિલા આરોપી કહે છેકે પોતાની ઉંમર 25 વર્ષ છે.લગ્ન ને આઠ દસ વર્ષ દરમિયાન પાંચ સંતાન છે.બીજી એક પત્ની જોવામાં સગીર લાગે છે.તેને પણ એક સંતાન છે.આવું કેમ? તેવા સવાલ ના જવાબ મા દિવાકર ઉર્ફે અબાસ ની માં તરીકે ઓળખ આપનાર મહિલા કહે છે અમારે ત્યાં આમજ ચાલે છે.ખરેખર શું સત્ય છે તે પણ કાયદો, મહિલા અને બાળકો ના હિત મા બહાર આવવું જોઈએ તેવી લાગણી કોર્ટ પરિસર ખાતે સાંભળવા મળી હતી.
એલ.સી.બી. પણ તપાસમાં જોડાઈ
એલ.સી.બી પો.ઇ કે.એસ.પટેલ એ જણાવ્યું હતુ કે ફરિયાદી પાસે થી મળેલ વિગતો અનુસાર મળેલ મોબાઈલ ના ઈઉછ કઢાવામાં આવી રહ્યાછે.અમુક ઈસમો ને રાઉન્ડઅપ કરી પૂછપરછ કરાઈ રહી છે.સ્ટાફ દ્વારા તળાજા ખાતે રિમાન્ડ મા રહેલ આરોપી ની પૂછપરછ હાથધરી છે.
ધર્માંતરણના મુદ્દે તપાસ થશે
ફરિયાદી અજય તિવારી નો મીડિયા સમક્ષ દાવો છેકે હિન્દુ હોવા છતાંય મુસ્લિમ સમાજના નામ,ચહેરો પહેરવેશ ધારણ કરાવી ને બળ જબરી પૂર્વક ભિક્ષાવૃત્તિ મા ધકેલવામાં આવે છે.ખુદ આરોપી પક્ષ કહે છેકે ભીખ માગવા માટે આવું કરીએ છીએ. ત્યારે આ મુદ્દો ધર્માંતરણ નો છેકે કેમ તે દિશામા તપાસ થશે તેમ પો.ઇ. કે.એસ.પટેલ એ જણાવ્યું હતુ.