આત્મીય યુનિ.દ્વારા અન્વેષણા હેકેથોન ઇવેન્ટ યોજાઇ
સતત 36 કલાક સમાજ અને ઇન્ડસ્ટ્રીનાં મૂંઝવતા પ્રોબ્લેમ્સને વિદ્યાર્થીઓએ પ્રોટોટાઇપ પ્રેક્ટિકલ મોડેલ, હાર્ડવેર તેમજ કોડિંકગથી સસ્ટેનેબલ રીતે સોલ્વ કર્યા
આત્મીય યુનિવર્સિટીમાં સતત છ વર્ષથી હેકેથોન યોજાઈ રહી છે. નોંધનીય છે કે સમસ્ત શૈક્ષણિક સંસ્થાઓમાં અજોડ એવી આત્મીય ઇન્સ્ટિટ્યૂટ 25 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરતા આ શૈક્ષણિક ઇવેન્ટ યોજાઈ હતી.
આ હેકેથોનમાં સમગ્ર ભારતમાંથી 550 કરતા વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓએ 159 જેટલી ટીમો બનાવી ટીમવર્ક કર્યું હતું. ટેકનીકલ દ્રષ્ટ્રીએ જટિલ ગણાતા 39 પ્રોબ્લ્મ્સને સોલ્વ કરવા વિદ્યાર્થીઓએ સતત 36 કલાક અથાગ મહેતન કરી હતી. ટેકનીકલ ક્ષેત્રે નિષ્ણાંત એવા 38 જ્યુરી મેમ્બર્સ આ હેકેથોનમાં પાર્ટિસિપેટ વિદ્યાર્થીઓને જજ કરવા આવ્યા હતા.
આ હેકેથોનમાં પ્રથમ ઇનામ તરીકે કે.જે. સોમૈયા કોલેજના પ્રથમ ચિંત્રટેની ટીમ અને આત્મીય યુનિવર્સિટીના મહેશ ગોડવાણીની ટીમને, દ્વિતીય ઇનામ વિશ્વકર્મા કોલેજના મિહિર પટેલની ટીમ અને સિલ્વર યુનિવર્સિટીના ઉત્કર્ષ બારડની ટીમને, તૃતીય ઇનામ આઇટીઆરએએમના નિમિષ ચેતનની ટીમ અને આત્મીય યુનિવર્સિટીના તહર હાથી ટીમને મળ્યા હતા. ત્રણે ટીમોને પરસ્પર 40000 જેટલી ઇનામ રાશી પણ અર્પણ કરવામાં આવી હતી.
આ ઈન્વેન્ટમાં પ્રાસંગિક ઉદ્દબોધક તરીકે રીયલ એન્ટરપ્રીનોર અને સમાજના આદર્શ એવા બાલાજી વેફર્સના ચેરમેન ચંદુભાઈ વિરાણી રહ્યાં હતા. તેમજ ઈન્વેન્ટનું સમાપન આરોહી એમ્બેડડેડ સિસ્ટમ પ્રા.લી. ના ચેરમેન પરેશ બાબરીયાએ કર્યું હતું.
આ ઈન્વેન્ટમાં ઇન્ટરનેશનલ સ્પીકર તરીકે રેસ ટુ ઝીરો વેસ્ટના ડાઈરેકટર ઓફ કોમ્યુનીકેશન તરીકે રહેલ હેડન સ્લોઅન રહ્યાં હતા. ત્યાગવલ્લભ સ્વામીના આશીર્વાદ અને આત્મીય યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. શિવ ત્રિપાઠી, પ્રો ચાન્સેલર ડો. શીલા રામચંદ્રાન, રજીસ્ટ્રાર ડો. ડી.ડી.વ્યાસ ના માર્ગદર્શન હેઠળ સી.આર.આઈ.ટી. ડાઈરેકટર ડો. આશિષ કોઠારી, એન્જીનીયરીંગ વિભાગના ડીન ડો. યજ્ઞેશ શુક્લા, આઈ.કયું.એ.સી. કોર્ડીનેટર પ્રતીક મુંજાણી, ડેપ્યુટી સી.ઓ.ઈ. ડો. વિશાલ વોરા, એસો. ડીન ડો. મનહર કગથરા દરેક એન્જીનીયરીંગ વિભાગના વડાઓએ આ ઇન્વેન્ટને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.