બહુમાળી ભવન-3માં આઉટ સોર્શિંગ એજન્સી દ્વારા સફાઇ કામદારોનું શોષણ
પગાર સહિતના લાભો આપવામાં સરકારના નિયમનો ઉલાળિયો
રાજકોટ ખાતે શ્રોફ રોડ ઉપર આવેલ બહુમાળી ભવન-3 માં સફાઈની કામગીરી માટે નિયુકત આઉટસોર્સિંગ એજન્સી દ્વારા કામદારો સાથે ગંભીર અનિયમિતતાઓ કરવામા આવી રહી છે તથા લેબર કાયદાઓ દ્વારા નકકી કરાયેલા લઘુતમ વેતન, પી.એફ. (પ્રોવીડન્ટ ફંડ), ઈ.એસ.આઈ. (એમ્પલોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ), બોનસ તથા અન્ય લાભો આપવાના હોવા છતાં, ઉપમુલ્ય કામદારોને રોકડમા રકમમાં પગાર ચુકવી કાયદેસર હકકોથી વંચિત રાખવામા આવી રહયા છે.
આવું કરવું સ્પષ્ટ રીતે શ્રમ કાયદાઓના ઉલ્લંઘન સમાન છે તથા શ્રમિકોના હકકો પર અન્યાય છે. આ સંજોગોમાં તાત્કાલીક તપાસ હાથ ઘરી, જવાબદાર એન્જસી સામે યોગ્ય પગલા લેવાય અને કામદારોને તેમનો હકક, વેતન તથા અન્ય લાભોની તાત્કાલીક ચુકવણી સુનિશ્ચિત કરવામા આવે.
તમામ કાર્યરત સફાઈ કામદારોને કાયદેસર લઘુતમ વૈતન ચુકવવામા આવે. પી.એફ., ઈ.એસ.આઈ. તથા બોનસ જેવી સવલતો આપવી અનિવાર્ય બનાવવમા આવે. રોકડમાં પગાર ચુકવણી પર તાત્કાલિક પ્રતિબંધ મુકવામા આવે અને બેંક ખાતામાં જ પગાર જમા થાય. ભવિષ્યમા આવું ન થાય તે માટે એજન્સી ઉપર નિયમિત મોનિટરીંગ થાય તેવી નાયબ કાર્યપાલક ઇજનેરને પાઠવવામાં આવેલ. આવેદન પત્રમાં રાજકોટ કામદાર યુનિયન દ્વારા રજુઆત કરાઇ છે.