For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સિવિલમાં થેલેસેમિયાના ઇન્જેકશનો 8 માસથી ખલાસ… દર્દીઓ ભગવાન ભરોસે

11:10 AM Nov 13, 2024 IST | Bhumika
સિવિલમાં થેલેસેમિયાના ઇન્જેકશનો 8 માસથી ખલાસ… દર્દીઓ ભગવાન ભરોસે
Advertisement

માર્ચ મહિનાથી ઇન્જેકશન મગાયા છતાં ન મળ્યા હોવાનો નાયબ અધિક્ષક ડો.હેતલ કયાડાનો દાવો

અનેક વખતની રજૂઆતો-ફરિયાદો પછી પણ તંત્ર બેધ્યાન હોવાનો આક્ષેપ

Advertisement

સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી રાજકોટ શહેરની સિવિલ હોસ્પીટલમાં વધુ એક વખત થેલેસેમિયાના દર્દીઓ માટે માઠા સમાચાર બહાર આવ્યા છે. અહીં આઠ મહીના થયા દર્દીઓને આપવાના થતા ઇન્જેકશન ખલાસ થઇ ગયા હોવાથી શહેરના 300 થી 500 જેટલા થેલેેસેમિયાના દર્દીઓમાં બોકાસો બોલી ગયો છે. હોસ્પીટલ તંત્ર ઉપરથી જ ઇન્જેકશનો મળતા નથી તેવું બહાનુ બતાવી છટકી જાય છે પણ દર્દીઓને વાસ્તવિકતાનો ભોગ બનવું પડે છે.
તબીબી આલમમાંથી જાણવા મળ્યું છે કે, થેલેસેમિયા- મેજરના દર્દીઓની સારવાર આમ તો કઠીન અને ખર્ચાળ છે. આવા રોગના દર્દીઓને ના છુટકે સરકારી હોસ્પીટલોનો સહારો લેવો પડે છે પણ સરકારી હોસ્પીટલમાં સંબંધોતીની યેનકેન પ્રકારે મજબુરી, બેદરકારી બહાર આવે ત્યો દર્દીઓનો રોશ બેવડાય જાય અને ઉહાપોહ થાય તે સ્વાભાવિક છે.

શહેરની સિવિલ હોસ્પીટલની જ વાત કરીએ તો અહીં ફેબ્રુઆરી-2024થી થેલેસેમીયાના દર્દીઓને આપવાના ઇન્જેકશન ખલ્લાસ થઇ ગયા હોય દર્દીઓના અસ્તિત્વ પર ખતરો તોળાઇ રહ્યો છે. કહેવાય છે કે આવા દર્દીઓ અને તેમના વાલીઓ તેમજ જાગૃત નાની-મોટી સંસ્થાના સેવાભાવીઓએ અનેક વખત સિવિલ હોસ્પીટલસુત્રોને જાણ ફરીેયાદો કરી છે કે થેલેસેમિયાના દર્દીઓને આપવાના જરૂરી ઇન્જેકશનોનો જથ્થો ઉપલબ્ધ કરાવો પણ પરિણામનો પારો શુન્ય ઉપરથી ઉંચો ન આવતો હોવાનો દર્દીઓનો આક્ષેપ છે.

થેલેસેમિયા રોગ બાબતે તબીેબો કહે છે કે થેલેસેમિયાના દર્દીઓને વારંવાર લોહી ચડાવી, હિમોગ્લોબીનનું પ્રમાણ શરીરમાં નોર્મલ રાખી કરીને દર્દીઓના આયુષ્યને લંબાવવા તબીબો પ્રયાસ કરતા હોય છે. એ સિવાય દર 15 થી 45 દિવસે થેલેસેમિયાના દર્દીઓને લોહી ચઢાવવું પડે છે. નિયમીત સારવાર જરૂરી છે. દર્દી કે તેમના વાલીઓની સારવાર પરત્વેની બેદરકારી ઘણી વખત દર્દીના જીવન પર ખતો ઉભો કરી દે છે.ત્યારે કહેવાનું તાત્પર્ય એ છે કે સરકાર, સરકારી દવાખાના, હોસ્પીટલમાં તમામ પ્રકારની દવા, ઇન્જેકશનો અને સારવાર ઉપલબ્ધ હોવાની જાહેરાત કરતી હોય છે. પણ સરકારની અમુક જાહેરાતો ‘માત્ર કાગળ’ પર રહી જતી હોવાની વાત શહેરની સિવિલ હોસ્પિટલમાં સાબિત થઈ છે.

શહેર અને આજુબાજુના ગામો અને શહેરોમાંતી સિવિલ હોસ્પિટલમાં નિયમિત આવતા થેલેસેમિયાના 300થી 500 જેટલા દર્દીઓ અત્યારે જરૂરી ઈન્જેક્શનના અભાવે ‘રામ ભરોસે’ હોવાનું કહેવું અનુચિત નથી. ત્યારે સિવિલ હોસ્પિટલ તંત્રએ તાત્કાલીક થેલેસેમિયાના ઈન્જેક્શનો ઉપલબ્ધ કરાવવા દર્દી આલમમાં માંગણી થઈ રહી છે.

માર્ચ મહિનાથી ઈન્જેક્શનોની માગણી છતાં જથ્થો મળ્યો નથી: ડો.હેતલ કયાડા
સિવિલ હોસ્પિટલના નાયબ અધિક્ષક ડો. હેતલ કયાડાએ પત્રકારોને જણાવ્યું હતું કે, થેલેસેમિયાના દર્દીઓને આપવાના થતાં ‘આર્યન મિલેશન’ નામનું ઈન્જેક્શન આપવાનું થાય છે. અત્યાર સુધી આ ઈન્જેક્શન થેલેસેમિયા દર્દીઓને અપાતા જ હતા પણ છેલ્લા ફેબ્રુઆરી-માર્ચ 2024થી ઈન્જેક્શનો ખુટતા સતત માંણી કરવામાં આવી છે. પણ મળતા નથી. તે વાસ્તવિકતા છે. ઈન્જેક્શનનું પ્રોડક્શન કરતી કંપની દ્વારા જ સપ્લાય પુરો ન પડતો હોવાનું ડો. કયાડાએ જણાવ્યું હતું.

દર મહિને 500 મળી 6 મહિનાના 3 હજાર ઈન્જેક્શનોના ઓર્ડર છતાં…
આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળ્યું છે કે, સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાના ઈન્જેક્શન ખલાસ થઈ જતાં ગત ફેબ્રુ-માર્ચથી દર મહિને 500 ઈન્જેક્શનો મળી અત્યાર સુધીમાં 3000 ઈન્જેક્શનોના ઓર્ડર કરાયા છે. પણ એકેય ઈન્જેક્શન સિવિલ હોસ્પિટલને મળ્યુ નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement