For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રત્ન કલાકારોને શૈક્ષણિક સહાય માટે બેકારીના સર્ટિ.માંથી મુક્તિ

03:55 PM Jun 06, 2025 IST | Bhumika
રત્ન કલાકારોને શૈક્ષણિક સહાય માટે બેકારીના સર્ટિ માંથી મુક્તિ

પેકેજ માટે કમિટી દ્વારા ચેકલિસ્ટ જાહેેર કરાયું, 9 જૂનથી 23 જુલાઇ સુધી શાળામાં અરજી કરી શકાશે

Advertisement

હીરા ઉદ્યોગમાં મંદીનો સામનો કરી રહેલા રત્નકલાકારો માટે સરકાર દ્વારા રત્નકલાકાર સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં બેરોજગારીનો સામનો કરી રહેલા રત્નકલાકારોના સંતાનો માટે સ્કૂલ ફી માફીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સહાયના નિર્ણયમાં સુધારો કરવામાં આવ્યો છે અને હવે રત્નકલાકારોએ શૈક્ષણિક સહાય માટે બેરોજગારીનું પ્રમાણ પત્ર આપવાની જરૂૂર રહેશે નહીં સાથો સાથ કમિટી દ્વારા સ્કૂલ ફી સહાય માટેના અરજી ફોર્મ અને ચેકલિસ્ટ જાહેર કરાયું છે. જેમાં વાલીઓ 9 જૂનથી 23 જુલાઈ સુધી સંબંધિત સ્કૂલમાં અરજી કરી શકશે.

રાજ્ય સરકારે તાજેતરમાં જ રત્નકલાકાર સહાય પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ અંતર્ગત, રત્નકલાકારો છેલ્લા એક વર્ષથી સંપૂર્ણ બેકાર હોય, તેમના સંતાનોને શૈક્ષણિક વર્ષ 2025-26 માટે રૂૂ. 13500ની મર્યાદામાં એક વર્ષ માટે ફી માફી આપવામાં આવશે. જોકે હવે તેમાં સુધારો કરવામાં આવ્યો છે. 31 માર્ચ 2024 પહેલા ડાયમંડનુ કામ છૂટી ગયુ હોય અથવા અન્યત્ર રોજગારી મળી ગઇ હોય એ રત્નકલાકારો પણ આ સહાયનો લાભ મેળવી શકશે. આ જાહેરાત બાદ, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા સંયુક્ત રીતે સ્કૂલ ફી સહાય માટેના અરજી ફોર્મ અને જરૂૂરી દસ્તાવેજોનું ચેકલિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Advertisement

રત્નકલાકારોએ 9 જૂનથી 23 જુલાઈ સુધીમાં સંબંધિત શાળામાં અરજી કરવાની રહેશે. શાળાઓમાં અરજીઓ આવ્યા બાદ, તમામ દરખાસ્તો બહુમાળી કેમ્પસ ખાતે આવેલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં 24 જુલાઈ સુધીમાં ત્રણ તબક્કામાં જમા કરાવવાની રહેશે. જેમાં પ્રથમ તબક્કો 30 જૂન, બીજો તબક્કો 7 જુલાઈ અને ત્રીજો તબક્કો 24 જુલાઇ નક્કી કરવામાં આવ્યો છે. શાળાના આચાર્યે આ અરજીઓ શાળાના ફોરવડીંગ પત્ર, શાળાના કેન્સલ ચેકની નકલ, વિદ્યાર્થીઓની યાદી અને એફઆરસી મુજબની ફી નિયત ફોર્મેટમાં રજૂ કરવાની રહેશે.

ફોર્મ ભરતી વખતે આટલી વિગતો આપવી પડશે
- વાલી અને સંતાનના આધારકાર્ડની નકલ
- રત્નકલાકારનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટો
- રત્નકલાકાર હોવા અંગેનું જિલ્લા શ્રમ અધિકારી, રોજગાર અધિકારી કે પછી ડાયમંડ એસોસિએશન દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્ર ક ભલામણ પત્ર રજુ કરવું.
- બાળકના શાળામાં અભ્યાસ કરતા હોવાનું શાળાનું બોનોફાઇડ સર્ટિફિકેટ
- બાળક સ્કુલ ફી અંગેનું સ્કુલનું પ્રમાણપત્ર

Advertisement
Tags :
Advertisement
Advertisement