રાજીનામાને મેડિકલ સર્ટિ.માંથી મુક્તિ આપો : વાલ્મિકી સમાજનું મનપામાં હલ્લાબોલ
રાજકોટ મનપામાં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા કર્મીઓ સ્વૈચ્છીક રાજીનામુ આપી તેમના વારસદારને નોકરીમાં લેવા માટેની રજૂઆતો અવાર-નવાર કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને વારસદારે મેડિકલ સર્ટિ રજૂ કરવુે પડે છે. જેમાં અનેક મુશ્કેલીઓ આવતી હોય અને આજે વાલ્મિકી સમાજ દ્વારા ડે.મેયરને રજૂઆત કરી સ્વૈચ્છીક રાજીનામા મેડિકલ સર્ટિને મુક્તિ આપવામાં આવે અને જો 15 દિવસમાં પ્રશ્ર્ન હલ નહી થાય તો જલદ આંદોલન કરવાની ચીમકી ઉચારી હતી. રાજકોટ મહાનગરપાલિકામાં અમદાવાદ, વડોદરા તેમજ સુરત તથા અન્ય મહાનગરપાલિકાની જેમ સફાઈ કામદારોમાં સ્વૈચ્છીક રાજીનામુ આપી તેમના વારસદારને નોકરીમાં લેવાનો નિયમ અમલમાં છે.
પરંતુ છેલ્લા 4-વર્ષથી સીવીલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવતા મેડીકલ સર્ટીફીકેટમાં વિસંગતતાઓને કારણે 200 થી વધારે સફાઈ કામદારોના રાજીનામાં અટવાયેલા પડયા છે અને ઘણા સફાઈ કામદારો અવસાન પામેલ તથા નિવૃત થઈ ગયેલ છતાં તેમને પોતાના વારસદારને નોકરી ના હકકથી વંચીત રહેવુ પડેલ છે. તા.31/07/2024 ના રોજ સફાઈ કામદારોની રેલીના આવેદન બાદ કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ તથા અધિકારીઓની તાકીદની મીટીંગમાં અમોને સફાઈ કામદારોની ભરતી તથા રાજીનામાંથી મેડીકલ સર્ટીફીકેટ રદ કરવાના મુદ્દા એક માસમાં પૂર્ણ કરવાની ખાત્રી આપવા આગેવાનો દ્વારા આંદોલન સમેટવામાં આવેલ ત્યારબાદ ભરતી માટે ફોર્મ બહાર પાડવામાં આવેલ અને અનેક બેરોજગાર લોકો દ્વારા ભરવામાં આવેલ પરંતુ ભરતી કરવામાં આવેલ નથી.
રાજીનામામાંથી મેડીકલ રદ કરવાનો જનરલ બોર્ડમાં રા.મ.ન.પા.ની તા.04/10/2024 નં. 224 થી ઠરાવ કરવામાં આવેલ ત્યારે જનરલ બોર્ડમાં આ ઠરાવ રાજય સરકારમાં મોકલવા માટેની શરત રાખેલ જેનો અમોએ ઉગ્ર વિરોધ નોંધાવેલ કે રાજીનામા સંદર્ભના કોઈ ઠરાવો રાજય સરકારમાં મોકલવામાં આવેલ નથી તો આ ઠરાવ પણ મોકલવો ન જોઈએ. આમછતાં આ ઠરાવ રાજય સરકારમાં મોકલવામાં આવેલ અને ત્યાં છેલ્લા 9 માસથી અર્ણનીત છે. સફાઈ કામદારોના પેન્ડીંગ રાજીનામાઓ મેડીકલ અભિપ્રાય માટે સીવીલ હોસ્પિટલમાં મોકલવાનું થયેલ અને દર ગુરૂૂવારે 30-30 સફાઈ કામદારોને સીવીલ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. પરંતુ ત્યાં પોતાના કામમાં રજાઓ મુકી મેડીકલ માટે જતા સફાઈ કામદારોને સતત ને સતત ધકકા ખવડાવે છે.
મોટી ઉંમરના કામદારોને ચાલી શકતા ન હોવા છતાં અલગ-અલગ વિભાગોમાં દાદરા ચડ-ઉતર કરવા છતાં હાલ સુધી એકપણ મેડીકલ સર્ટીફીકેટ રા.મ.ન.પા. માં જમા કરાવવામાં આવેલ નથી. જેથી અમારી વિનંતી છે કે, આ માટે ફરીથી જનરલ બોર્ડમાં ઠરાવ કરી અત્યાર સુધીની તમામ અરજીઓને મેડીકલ સર્ટીફીકેટમાંથી મુકિત આપી મંજુર કરવા તથા સફાઈ કામદારોની ભરતી માટે જનરલ બોર્ડમાં 2-2 વાર ઠરાવ કરવામાં આવેલ 2-2 વાર ફોર્મ ભરવામાં આવેલ પરંતુ હજુ સુધી ભરતી કરવામાં આવેલ નથી તો ભરાયેલા ફોર્મનો તાત્કાલીક ડ્રો કરી ભરતી કરી આંદોલન સમયે આગેવાનો તથા સફાઈ કામદારોને રા.મ.ન.પા.ના અધિકારીઓ તથા પદાધિકારીઓ દ્વારા આપવામાં આવેલ ખાત્રીનું પાલન કરી બંને પ્રશ્નોનો દિવસ-15માં ઉકેલ કરવો અમારા દ્વારા થણી લેખિત-મૌખિક રજુઆતો કરવામાં આવેલ છતાં નિરાકરણ આવેલ નથી તો આ પ્રશ્નોનું નિરાકરણ દિન-15માં ન આવે તો ફરીથી અમારે આંદોલન, હડતાલ સહિતના પગલા લેવાની ફરજ પડશે. જે ધ્યાન પર લઈ આ પ્રશ્નો નાકીદે ઉકેલવા નમ્ર વિનંતી છે.