ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં 11મીથી પરીક્ષાઓ

03:12 PM Oct 30, 2025 IST | admin
Advertisement

53 કોર્સની સેમેસ્ટર 3 અને 5ની પરીક્ષા લેવાશે: દિવાળી વેકેશન પૂર્ણ થતાં કોલેજો લાગશે તૈયારીમાં

Advertisement

દિવાળીનું મીની વેકેશનમ પૂર્ણ થતાં જ કોલેજોમાં પરીક્ષાઓની તૈયારીઓ આરંભ કરી દેવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 2025-26 માટે પીજી અને યુજી પરીક્ષા માટેનું ટાઈમટેબલ જાહેર કરવામાંઅ ાવ્યું છે. જેમાં 11 નવેમ્બર અને કેટલીક પરીક્ષાઓ 19થી 25 નવેમ્બર વચ્ચે યોજાશે.

યુનિવર્સિટીએ કોલેજો અને વિદ્યાર્થીઓને ચેતવણી આપી છે કે, પરીક્ષા દરમિયાન કડક નિયમો લાગુ રહેશે. કોઈ પણ પ્રકારની અયોગ્ય હરકત સામે કડક કાર્યવાહી હાથ ધરાશે. વિદ્યાર્થીઓએ સત્તાવાર ટાઈમટેબલ અને સીટ નંબરની માહિતી માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ તપાસવી રહેશે. સાથે સાથે, પરીક્ષા સંબંધી કોઈ તાકીદની માહિતી માટે યુનિવર્સિટીના ઈ-મેલ exam01sauuni.ac.in પર સંપર્ક કરી શકાશે.યુનિવર્સિટીએ તમામ સંલગ્ન કોલેજોના આચાર્યો અને ભવનના અધ્યક્ષોને સ્પષ્ટ સૂચના આપી છે કે, યુનિવર્સિટીની પરીક્ષાઓનું કેન્દ્ર તે જ કોલેજ/સંસ્થા રહેશે.

આથી, પરીક્ષાના સમયગાળા દરમિયાન કોલેજ કે સંસ્થામાં અન્ય કોઈ પરીક્ષાઓનું આયોજન કરવાનું રહેશે નહીં, જેથી યુનિવર્સિટીની પરીક્ષાની વ્યવસ્થામાં કોઈ ખલેલ ન પહોંચે. આ તારીખ જાહેર થતાં જ વિદ્યાર્થીઓને સત્વરે તૈયારીઓ પૂર્ણ કરવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે.11 નવેમ્બરથી શરૂૂ થનારી પરીક્ષામાં UG અને PG કક્ષાના વિવિધ વિદ્યાશાખાઓના અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે. સ્નાતક કક્ષાના સેમેસ્ટર-5 માટે મુખ્ય કોર્સમાં આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે B.A., મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે B.B.A. કમ્પ્યૂટર એપ્લિકેશનના વિદ્યાર્થીઓ માટે B.C.A.., કોમર્સના વિદ્યાર્થીઓ માટે B.COM, અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે B.SC. . ની પરીક્ષાઓ સવારના સેશનમાં યોજાશે. આમ જુદી જુદી ફેકલ્ટીના કુલ 53 કોર્સની પરીક્ષા લેવાશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે માહિતી આપી છે કે, પરીક્ષાઓ બે શિફ્ટમાં યોજાશે. સવારની શિફ્ટ 10:30થી 1:00 સુધી અને બપોરની શિફ્ટ 2:30થી 5:00 સુધી રહેશે. તમામ પરીક્ષાઓ CBCS (Choice Based Credit System) તેમજ NEP-2020 (નવી શિક્ષણ નીતિ) અંતર્ગત લેવામાં આવશે. પરીક્ષા દરમિયાન CCTV દેખરેખ અને Q.P.D.S. (Question Paper Delivery System)ફરજિયાત રહેશે જેથી પારદર્શિતા અને શિસ્ત જળવાઈ રહે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssaurashtra university
Advertisement
Next Article
Advertisement