મનપાના જુનિયર કલાર્ક સંવર્ગની 128 જગ્યા માટે બે વર્ષ બાદ લેવાશે પરીક્ષા
05:14 PM Mar 20, 2025 IST
|
Bhumika
Advertisement
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા સંવર્ગોની ખાલી જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ, રાજકોટ મહાનગરપાલિકાની જુદી-જુદી શાખાઓની જુનિયર ક્લાર્ક સંવર્ગની ખાલી જગ્યાઓ ભરવા માટે આગામી તા.04/05/2025, રવિવારનાં રોજ લેખિત પરીક્ષા લેવામાં આવનાર છે.
Advertisement
આ લેખિત પરિક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે અને MCQ પ્રકારનાં કુલ-100 માર્ક્સની પરીક્ષા રહેશે. જે પરીક્ષાનો સમય સવારે 11.00 કલાક થી 12.30 કલાક સુધીનો રહેશે.આ લેખિત પરીક્ષાના કોલલેટર રાજકોટ મહાનગર પાલિકાની વેબસાઈટ www. rmc. gov.in પરથી રિક્રૂટમેન્ટ સેક્શનમાંથી ડાઉનલોડ કરવાનાં રહેશે જે અંગેની જાણ ઉમેદવારોને મોબાઈલ મેસેજ મારફતે પરીક્ષા સમય પહેલા કરવામાં આવશે. જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી.
Next Article
Advertisement