For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં રોજ 4 MSME ઉદ્યોગોને લાગી રહ્યા છે તાળાં

12:10 PM Jul 26, 2024 IST | Bhumika
ગુજરાતમાં રોજ 4 msme ઉદ્યોગોને લાગી રહ્યા છે તાળાં
Advertisement

છેલ્લા ચાર વર્ષમાં 4861 માંદા નાના ઉદ્યોગો બંધ થયા, વિકાસની હરણફાળની બીજી બાજુ રજૂ કરતા આંકડા

મંદી અને આર્થિક તંગીના કારણે એકમો માંદા પડયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ એકમો બંધ થયા, ગુજરાત ત્રીજા નંબરે

Advertisement

વિકાસની હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં ઔદ્યોગીક વિકાસ માટે રાજય સરકાર અનેક યોજનાઓ બનાવી રહી છે અને ઉદ્યોગોને સતત પ્રોત્સાહન આપી રહી છે. આમ છતા આ લાભ મહદઅંશે મોટા ઉદ્યોગોને જ મળતો હોય તેમ રાજયમાં છેલ્લા ચાર વર્ષમાં 4861 જેટલા નાના ઉદ્યોગોને તાળા લાગી ગયાની હકિકતો સામે આવી છે.
રાજય સભામાં એમએસએમઇ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા એક જવાબમાં જણાવાયું છે કે, ઉદ્યોગો બંધ થવાના મામલે દેશમાં ગુજરાતનો ત્રીજો નંબર છે. કોરોના, નોટબંધી, જીએસટી, મંદી અને આર્થિક તંગી સહીતના અનેક કારણોએ નાના ઉદ્યોગોની કમર ભાંગી નાખી છે અને હજુ અનેક નાના ઉદ્યોગો અસ્તિત્વની લડાઇ લડી રહ્યા છે.

ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષના સમયગાળામાં 4,861 જેટલાં એમએસએમઈ એકમોને તાળાં લાગી ગયા છે. જુલાઈ 2020થી 2024ના અરસામાં વિવિધ કારણસર આ એકમો બંધ થયા છે.સૌથી વધુ એકમો બંધ થવા મામલે ગુજરાત દેશના ત્રીજા નંબરે છે, પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં અને તામિલનાડુ બાદ ગુજરાત આવે છે, પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન રદ્ કરવા, માલિકીમાં ફેરફાર, એક જ એકમનું બે વાર રજિસ્ટ્રેશન થવા સહિતના વિવિધ કારણો જવાબદાર હોવાનું એમએસએમઈ મંત્રાલયનું કહેવું છે. પરંતુ નિષ્ણાંતોના મતે જીએસટી, નોટબંધી અને કોરોના જેવા ત્રણ પરિબળોએ ઉદ્યોગોની કમર તોડી નાખી છે. આ ઉપરાંત બીજી તરફ મંદી, આર્થિક તંગી વગેરે પણ કારણભૂત મનાય છે.

ગુજરાતમાં છેલ્લાં ચાર વર્ષના અરસામાં દર રોજ ચાર જેટલા એમએસએમઈ એકમ માંદા પડયા છે, જેમને તાળાં મારવાની નોબત આવી છે. સરકારી દાવા પ્રમાણે ગુજરાતમાં 19.60 લાખ એકમોનું રજિસ્ટ્રેશન થયું છે, જેમાં 1.07 કરોડ લોકોને રોજગારી આપવાનું કહેવાયું છે. કેન્દ્ર સરકારના એમએસએમઈ મંત્રાલયના જણાવ્યા મુજબ, ચાર વર્ષમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 12,233 એકમો બંધ થયા છે, બીજા ક્રમે તામિલનાડુમાં 6,298 એકમો જ્યારે ત્રીજા ક્રમે ગુજરાતમાં સૌથી વધુ 4,861 એકમો માંદા પડયા છે. એ જ રીતે રાજસ્થાનમાં 3,857, બિહારમાં 2414, હરિયાણામાં 1531, કર્ણાટકમાં 2240, કેરળમાં 1336, મધ્યપ્રદેશમાં 1653, તેલંગાણામાં 1236, ઉત્તરપ્રદેશમાં 3425, પશ્ચિમ બંગાળમાં 1548, દિલ્હીમાં 947 તેમજ જમ્મુ- કાશ્મીરમાં 516 એમએસએમઈ એકમો બંધ કરવામાં આવ્યા છે.

ચાર વર્ષના અરસામાં દેશભરમાં 49,342 એકમોને તાળાં વાગ્યા છે. મહત્ત્વનું છે કે, ગુજરાતમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે લોન ઉપર વ્યાજ સહાય સહિતની પ્રોત્સાહક યોજનાઓ અમલી બનાવાઈ છે, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વેગ મળે તે માટે પ્રયાસો કરાય છે પણ મંદી સહિતના વિવિધ કારણસર આવા નાના એકમોને તાળાં પણ વાગી રહ્યા હોવાનું ચિત્ર છે.

રાજ્યમાં અકસ્માત વીમાના 2000 કરોડના કોઇ લેવાલ નથી
ગુજરાતમાં લાભાર્થીઓને આપ્યા વિના મોટર એક્સિડન્ટ ક્લેઈમ ટ્રિબ્યૂનલ્સ (એમએસીટી) અને લેબર કોર્ટમાં આશરે રૂૂ.2000 કરોડ જમા કરવામાં આવેલી મોટી રકમ અંગે સુપ્રીમ કોર્ટે સુઓમોટો રિટ પિટિશન શરૂૂ કરી છે.જસ્ટિસ અભય ઓકા અને જસ્ટિસ અગસ્ટિન જ્યોર્જ મસિહની બેન્ચે નોંધ્યુ હતુ કે વહીવટી તંત્ર ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ દ્વારા મોકલવામાં આવેલા ઈમેલના આધારે સુઓમોટો રિટ પિટિશન નોંધવામાં આવી છે. જેમાં સુપ્રીમ કોર્ટની ખંડપીઠે ગુજરાતના કાયદા સચિવ અને ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રારને કારણ દર્શક નોટિસો કાઢીને એક્સિડન્ટ ક્લેઈમ ટ્રિબ્યૂનલ્સ (એમએસીટી) અને લેબર કોર્ટનો ડેટા માંગી આજે સુનાવણી રાખી છે. ગુજરાતના નિવૃત્ત જજ બી.બી.પાઠકએ સુપ્રીમ કોર્ટને તા.25મી મે 2024ના રોજ ઈ-મેઈલ કરીને જણાવ્યુ હતુ કે, ઈમેલમાં, વળતરના માર્ગે ચૂકવવાપાત્ર મોટી રકમનો દાવો કરવામાં આવ્યો નથી અને ખઅઈઝ અને લેબર કોર્ટમાં જમા કરવામાં આવે છે. એકલા ગુજરાત રાજ્યમાં જ રૂૂ. 2000 કરોડ વળતરના દાવાઓના નાણાં જમા પડયા છે અને વળતરના લાભાર્થીઓને શોધવા માટે કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી.જેની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસએ ગંભીર નોંધ લઈને સુઓમોટો દાખલ કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement