નાગરિકોની નાની ફરિયાદ પણ આવવી જોઇએ નહીં, ફિલ્ડમાં રહો: CM
પ્રો-એક્ટિવ અભિગમ અપનાવી રોડ-રસ્તાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા મુખ્યમંત્રીની અધિકારીઓને ટકોર
ચોમાસામાં તૂટેલા હાઇવે, બ્રિજની ચકાસણી સહિતની ફરિયાદોનું નિરાકરણ તાત્કાલિક લાવો: સીએમ ડેશબોર્ડથી અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ અને પુલોના મરામત કામોની સઘન સમીક્ષા કરી છે. તેમણે સીએમ ડેશબોર્ડની વિડિયો વોલ મારફતે આ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ અધિકારીઓને પ્રો-એક્ટિવ અભિગમ અપનાવીને રસ્તાઓની દુરસ્તીનું કામ ઝડપથી પૂર્ણ કરવા અને નાગરિકોની ફરિયાદોનું નિવારણ લાવવા અગ્રતા આપવા સૂચના આપી હતી.
મુખ્યમંત્રીએ માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ અને ઈજનેરોને મરામત કામોની સાઈટ વિઝિટ કરીને ગુણવત્તા ચકાસવા અને નાની-નાની ફરિયાદો પણ ન આવે તે સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, પ્રી-મોન્સૂન એક્ટિવિટી હેઠળ થયેલી ચકાસણીની મરામત સૂચનાઓનું પાલન થવામાં કોઈ ક્ષતિ ન રહે. મુખ્યમંત્રીએ જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને બંધ કરાયેલા પુલોના સ્ટ્રક્ચર્સની પૂરતી ચકાસણી કરવા અને મરામત કામમાં ગુણવત્તા જાળવવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. જો વાહનવ્યવહારને ડાયવર્ટ કરવામાં આવ્યો હોય તો વૈકલ્પિક રૂૂટ પણ સલામત અને ટ્રાફિક મુક્ત હોય તેની વ્યવસ્થા ચકાસી લેવા પણ તેમણે સૂચન કર્યું. મુખ્યમંત્રીએ અધિકારીઓને તાકીદ કરી હતી કે વરસાદ ન હોય તેવા દિવસોમાં વધારાનો મેનપાવર કામે લગાડીને માર્ગો-પુલો ઝડપથી પૂર્વવત અને વાહનવ્યવહાર યોગ્ય બને તેને પ્રાયોરિટી અપાય. તેમણે મરામત કામો માટે જરૂૂરી મટીરીયલ, કપચી, ડામર, મશીનરી અને વ્હાઈટ ટોપિંગની વ્યવસ્થા દરેક જિલ્લા, નગરો-મહાનગરોમાં માર્ગ-મકાન વિભાગના સંકલનમાં રહીને યોગ્ય પદ્ધતિએ થાય તેવું માર્ગદર્શન આપ્યું.
આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ પંકજ જોશી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, સલાહકાર એસ. એસ. રાઠૌર સહિતના ઉચ્ચ અધિકારીઓ ગાંધીનગરથી જોડાયા હતા, જ્યારે જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક સત્તા તંત્રના વાહકો વિડિયો કોન્ફરન્સથી જોડાયા હતા.
ગુજમાર્ગ એપ્લિકેશનથી 99.66 ટકા ફરિયાદોની નિકાલ
નાગરિકોની ફરિયાદોના ત્વરિત નિવારણ માટે રાજ્ય સરકારે વિવિધ પદ્ધતિઓ અપનાવી છે. માર્ગ-મકાન વિભાગનું 24ડ્ઢ7 કંટ્રોલ રૂૂમ, પગુજમાર્ગથ એપ્લિકેશન, મહાનગરપાલિકાઓની મોબાઈલ એપ, વોટ્સએપ, વેબસાઈટ, હેલ્પલાઇન નંબર, સિટી સિવિક સેન્ટર અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર આવતી તમામ રજૂઆતોનું ઝડપથી અને સંતોષકારક દુરસ્તી કામ હાથ ધરવા અધિકારીઓને મોનિટરિંગ કરવા સૂચના અપાઈ હતી. શહેરી વિકાસ અગ્ર સચિવ થેન્નારસને જણાવ્યું કે, મહાનગરોમાં મળેલી 15,424 ફરિયાદોમાંથી 12,023નો પોઝિટિવ નિકાલ થયો છે. માર્ગ મકાન સચિવ પટેલિયાએ માહિતી આપી હતી કે- ગુજમાર્ગ એપ્લિકેશન પર મળેલી 3,632 ફરિયાદોમાંથી 99.66 ટકાનું નિવારણ લાવી દેવાયું છે. મુખ્યમંત્રીના સીધા માર્ગદર્શન અને પ્રચાર-પ્રસારના કારણે છેલ્લા 3 દિવસમાં ગુજમાર્ગ એપ્લિકેશન પર યુઝર્સની સંખ્યા 10,767થી વધીને 28,449 થઈ છે, જે 164%નો વધારો દર્શાવે છે. નવા 17,682 નાગરિકો દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે લોકો આ એપ્લિકેશનનો લાભ લઈ રહ્યા છે.
હાઇવેના 33.78 કિ.મી.ની મરામત 30મી સુધીમાં થશે
NHAIના ફિલ્ડ ઓફિસરોને ક્ષતિગ્રસ્ત થયેલા નેશનલ હાઈવેના પુલો-માર્ગો ઝડપથી મરામત કરીને પૂર્વવત કરવા સૂચના અપાઈ હતી. NHAIના અધિકારીઓએ જણાવ્યું કે, તેમના હસ્તકના 33.78 કિ.મી.ના માર્ગોની મરામતનું કામ 30 જુલાઈ સુધીમાં પૂરું કરી દેવાશે. તેમણે પરાજમાર્ગયાત્રાથ મોબાઈલ એપ અને 24X7 સેવારત ટોલ-ફ્રી નંબર 1033 વિશે પણ માહિતી આપી હતી, જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પ્રવાસ કરતા લોકોને તાત્કાલિક મદદ પૂરી પાડે છે. ગુજરાતમાં રાજ્ય, પંચાયત, રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને પાટનગર યોજનાના કુલ માર્ગ નેટવર્કમાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓ પર 47% પેચવર્ક અને 63%થી વધુ પોટ હોલ્સ ભરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. રાજ્યની 17 મહાનગરપાલિકાઓ અંતર્ગત આવતા રોડ-રસ્તાના સમારકામની મોટાભાગની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે.