For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં જાહેરમાં થૂંકશો તો પણ હોર્ડિંગમાં ફોટા લાગશે

11:14 AM Apr 09, 2025 IST | Bhumika
મોરબીમાં જાહેરમાં થૂંકશો તો પણ હોર્ડિંગમાં ફોટા લાગશે

મોરબી શહેરમાં જાહેરમાં થુંકતા પકડાશો તો જાહેરમાં પોસ્ટર લગાડવામાં આવશે. જાહેર માં આડેધડ થુંકતા કે યુરીનલ કરતા બેજવાબદાર લોકો વિરૂૂદ્ધ મનપાએ એક્શન પ્લાન બનાવ્યો છે. જેમાં જાહેરમાં થુંકતા લોકોનો ફોટો જાહેર કરી સ્થળ પરથી દંડ વસૂલ કરવામાં આવશે.

Advertisement

મોરબી નગર પાલિકા મહાનગર પાલિકા બનતા એક બાદ એક નવા નિયમો અમલમાં આવતા જાય છે. તેમાં હવે મોરબીમાં જાહેરમાં થુંકશો તો પોસ્ટર લગાડવામાં આવશે તેમ જાહેર કરાયું છે. અગાઉ જાહેરમાં યુરીનલ કરતા લોકોના ફોટો સાથેનું બેનર જાહેર રસ્તા પર લગાવવામાં આવ્યું હતું. ત્યારે હવે જાહેરમાં આડેધડ થૂંકતા, યુરીનલ કરતા બેજવાબદાર લોકો વિરુદ્ધ મનપાએ એકશન પ્લાન તૈયાર કર્યો છે. જાહેરમાં થૂંકતા લોકોના ફોટો જાહેર કરી સ્થળ પર દંડ પણ ફટકારવામાં આવશે. મનપાની આ કાર્યવાહીથી કિંગ કોબ્રાની જેમ આડેધડ પાન મસાલાની પિચકારી મારતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement