For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભલે ભૂલ થઈ ગઈ... પણ નવજાત શિશુને ન બનાવો ‘ધૂલ કા ફૂલ’

05:08 PM Feb 10, 2024 IST | Bhumika
ભલે ભૂલ થઈ ગઈ    પણ નવજાત શિશુને ન બનાવો ‘ધૂલ કા ફૂલ’

વાલીઓના નિર્ણયનો વચલો રસ્તો કાઢી પ્રદ્યુમનનગર પોલીસનો પણ તબીબોને સંગીન સહયોગ : સૌએ વ્યક્ત કર્યો બાળકીને બચાવવાનો રાજીપો : બાળકોને ત્યજી દેતાં વાલીઓ માટે ‘લાલબત્તી’ સમાન પ્રેરક કિસ્સો

Advertisement

સિવિલની ઝનાના હોસ્પિટલના તબીબો દ્વારા અદકેરી જહેમત વચ્ચે બાળકીને પહોંચાડાઈ બાલાશ્રમ

સાંપ્ર્રત સમયમાં રસ્તે રઝળતા, ત્યજી દેવાયેલા, જીવીત, મૃત નવજાત બાળકો જ્યારે મળે છે. ત્યારે સૌ કોઈને અરેરાટી સાથે કંપારી છુટી જાય છે આવા દરેક કિસ્સામાં સૌ કોઈ જનેતા પર જ દોષનો ટોપલો ઢોળવાની વાતો દોહરાવતા હોય છે. પણ જન્મદાતાની કોઈ મજબુરી પરત્વે કદી-કોઈએ વિચાર કર્યો નથી ત્યારે આવા સમયે સિલિ હોસ્પિટલની ઝનાના હોસ્પિટલના તબીબી સ્ટાફની ઉડીને આંખે વળગે તેવી માનવતા જહેમત, સેવા ધ્યાને આવી છે. તે સરાહનિય જ નહીં, અભિનંદનને પાત્ર છે.સમગ્ર ઘટનાની વાત કરીએ તો સિવિલ હોસ્પિટલ સ્થિત ઝનાના હોસ્પિટલમાં એક અત્યંત પછાત પરિવારની દિકરીને લગ્ન વગર માતાબનાવી નોબત સહવી પડે છે.

Advertisement

મતલબ કે સ્વરૂપવાન બાળકીને જન્મ આપ્યા પછી પણ બાળકીને ઉછેરવા, સાચવવાની તેમની પરિસ્થિતિ ન હોવાથી ‘કાળ જા કેરા કટકા’ જેવી બાળકીને તમે સંભાળી લો તેવું યુવતિએ તબીબોને જણાવતા તબીબી સ્ટાફ મુંઝાયો હતો.

પણ અંતે ડો. કેશાબેન કોઠારીએ સમગ્ર મામલો સંભાળી, જન્મદાત્રીની આપવિતી સાંભળી સુચારૂ રસ્તે ચાલવાનો નિર્ણય કરી પ્રધ્યુમન નગર પોલીસને જાણ કરી હતી.આવા સમયે પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ મકવાણા, એએસઆઇ ચન્દ્રસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ રેખાબેન ઝીંઝુવાડીયા ઝનાના હોસ્પિટલે દોડી આવીને મામલો સંભાળ્યો તો. અહીં ડો.કેશા કોઠારી સમગ્ર ઘટનાથી પોલીસને વાકેફ કરી, બાળકીને બાલાશ્રમમાં મોકલવાની ત્વરિત કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, જાણ્યે, અજાણ્યે, મને, કમને બાળકોના જન્મ થયા બાદ જો આવી રીતે નિર્ણય લઇ, પોલીસ તબીબોનું માર્ગદર્શન લેવામાં આવે તો માનવ જીવ બચતા રહે તેવું પોલીસ અને ઝનાના હોસ્પિટલનાં ડો.કેશાબેન કોઠારીએ ‘ગુજરાત મિરર’ને એક મુલાકાત દરમિયાન જાણાવ્યું હતું.

આવો, અમે બચાવીશું તમારા બાળકને : ડો.કેશા કોઠારી
ડો.પંકજ બૂચનાં ડિપાર્ટમેન્ટ એવી ઝનાનાં હોસ્પિટલનાં ડો.કેશા કોઠારીએ ‘ગુજરાત મિરર’ને જાણાવ્યું હતું કે, બાળકના જન્મ બાદ હિંમત કેળવીને અમારા સુધી વાત પહોંચે તો અમો સરકારી નિયમો મુજબ કોઇપણ બાળકની જીંદગી બચાવવા તત્પર છીએ.

બાળકને ત્યજી મહાપાપ થતું રોકવા જનજાગૃતિ જરૂરી
ઝનાના હોસ્પિટલમાં મહિલા તબીબે એવું પણ જણાવ્યું હતું કે, સંજોગોવસાત જન્મ લેનાર બાળકોને સાચવવા અશક્ય હોય તો તેને કોઇ જગ્યાએ ફેંકી દેવું કે રઝળાવવું મહાપાપ છે. આવા કઠિન સમયે અમો સુચારૂ રસ્તો કાઢવા તૈયાર છીએ.

બાળક, માતા સહિતની વિગતો અત્યંત ગુપ્ત રખાશે : તબીબ
ઝનાનાં હોસ્પિટલ અને પોલીસે જણાવ્યું હતું કે, વગર લગ્ને જન્મ પામનાર બાળકોની માતા સહિતનાં પરીવારજનો તબીબો અને પોલીસ સુધી પહોંચે તો યોગ્ય નિર્ણય દ્વારા બાળકની જીંદગી બચાવી શકાય છે. એટલું જ નહીં બાળક અને વાલીઓની માહિતી પણ ગુપ્ત રાખવા તબીબો અને પોલીસની ફરજ હોવાથી કોઇએ ગભરાવું નહીં.

Advertisement
Tags :
Advertisement
Advertisement